શરૂઆતમાં એવી ચર્ચા હતી કે આલિયા ફિલ્મમાં દીપિકાના પાત્રને રિપ્લેસ કરશે
આલિયા ભટ્ટની ફાઇલ તસવીર
૨૦૨૪ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની સીક્વલ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે પણ એના કાસ્ટિંગને લઈને સતત નવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં દીપિકા પાદુકોણ ફિલ્મમાંથી અલગ થઈ ગઈ હોવાના સમાચાર હતા અને આ પછી સીક્વલમાં આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ હતી. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે આલિયા ફિલ્મમાં દીપિકાના પાત્રને રિપ્લેસ કરશે. જોકે હવે ખબર પડી છે કે ડિરેક્ટર નાગ અશ્વિને આલિયા માટે ખાસ નવો રોલ લખ્યો છે. મળતી માહિતી પ્રમાણે દીપિકાના પ્રોજેક્ટમાંથી અલગ થયા બાદ સાઈ પલ્લવીને દીપિકાના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે. જોકે આ વિશે પણ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હાલમાં હૈદરાબાદમાં ‘કલ્કિ 2898 AD’ની સીક્વલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મની ટીમ અમિતાભ બચ્ચન, કમલ હાસન અને અન્ય કેટલાક કલાકારો સાથે બે શેડ્યુલનું શૂટિંગ પણ પૂર્ણ કરી ચૂકી છે. હવે આલિયા ફિલ્મના આગામી શેડ્યુલનો હિસ્સો બનશે એવી ચર્ચા છે.
