કાજોલે સોશ્યલ મીડિયા પર એક સુંદર તસવીર શૅર કરી જેમાં બન્ને ખુશીથી હસતાં જોવા મળે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે જયા બચ્ચનની ૭૮મી વર્ષગાંઠ હતી. આ ખાસ પ્રસંગે તેમને પરિવાર, મિત્રો અને ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. આ અવસરે કાજોલે પણ ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કાજોલે સોશ્યલ મીડિયા પર એક સુંદર તસવીર શૅર કરી જેમાં બન્ને ખુશીથી હસતાં જોવા મળે છે. આ તસવીર સાથે તેમણે લખ્યું, ‘હૅપી બર્થ-ડે ક્લાસી ગર્લ’ અને સાથે દિલનો ઇમોજી પણ મૂક્યો.
બીજી તરફ અમિતાભ બચ્ચને પણ તમામ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે જેમણે જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘દરેકને અલગથી જવાબ આપવો શક્ય નથી, પરંતુ આ સંદેશને વ્યક્તિગત આભાર માનવો. ક્યારેક નાની અને સરળ વાતો પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે અને આજનો દિવસ ખુશી અને પ્રેમથી ભરેલો રહે.’
