Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ ટૂર પહેલાં આજની નિર્ણાયક T20 મૅચ માટે ભુવનેશ્વર કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ

ન્યુ ઝીલૅન્ડ ટૂર પહેલાં આજની નિર્ણાયક T20 મૅચ માટે ભુવનેશ્વર કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ

Published : 17 October, 2026 03:40 PM | Modified : 17 October, 2026 03:57 PM | IST | West Indies
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 મૅચ દરમ્યાન શમાર જોસેફના બાઉન્સર સામે બૅટિંગ કરતી વખતે અર્શદીપ સિંહના ડાબા ખભામાં ઇન્જરી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભુવનેશ્વર કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ

ભુવનેશ્વર કુમારનો ભારતીય ટીમમાં સમાવેશ


વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી પાંચ મૅચોની T20 સિરીઝની પાંચમી અને અંતિમ મૅચ માટે અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું નથી કે ભુવનેશ્વરનો સમાવેશ માત્ર સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યો છે કે કેમ, કારણ કે અર્શદીપ સિંહ હજુ પણ ટીમનો ભાગ છે.બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું, ‘સિરીઝની અંતિમ મૅચમાં અર્શદીપ રમી શકશે કે નહીં એનો આધાર તેના ફિટ થવા પર રહેશે.’

હૈદરાબાદમાં રમાયેલી ચોથી T20 મૅચ દરમ્યાન શમાર જોસેફના બાઉન્સર સામે બૅટિંગ કરતી વખતે અર્શદીપ સિંહના ડાબા ખભામાં ઇન્જરી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્જરીને કારણે અર્શદીપ સિંહે અંતિમ ઓવરના ત્રણ બૉલ પહેલાં રિટાયર્ડ આઉટ થયું પડ્યું હતું અને ટીમ ઇન્ડિયા ઑલઆઉટ જાહેર થઈ હતી. 



૩૬ વર્ષનો ભુવનેશ્વર કુમાર આગામી ન્યુ ઝીલૅન્ડ ટૂરની T20 સ્ક્વૉડનો ભાગ છે. છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ભારત માટે રમનાર ભુવી આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ટીમ ઇન્ડિયા માટે વાપસી કરે એવી પ્રબળ શક્યતા છે.


 


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 03:57 PM IST | West Indies | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK