° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


K-પૉપસ્ટાર જૅક્સન વૉન્ગ માટે પાર્ટી હોસ્ટ કરી હૃતિક રોશને

01 February, 2023 03:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૃતિકના ઘરે જઈને તેની ફૅમિલી સાથે વિતાવેલો સમય પૉપસિંગરે પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો

K-પૉપસ્ટાર જૅક્સન વૉન્ગ માટે પાર્ટી હોસ્ટ કરી હૃતિક રોશને

K-પૉપસ્ટાર જૅક્સન વૉન્ગ માટે પાર્ટી હોસ્ટ કરી હૃતિક રોશને

K-પૉપસ્ટાર જૅક્સન વૉન્ગ બન્યો હૃતિક રોશનનો મહેમાન. એ વખતે હૃતિકના ડૅડી રાકેશ રોશન અને મમ્મી પિન્કી રોશન પણ હાજર હતાં. જૅક્સન વૉન્ગે મુંબઈમાં આયોજિત મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કર્યું હતું. એ ફેસ્ટિવલમાં હૃતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પણ પર્ફોર્મ કર્યું હતું. હૃતિકના ઘરે જઈને તેની ફૅમિલી સાથે વિતાવેલો સમય પૉપસિંગરે પણ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેને માટે ભારત આવવાનો અનુભવ યાદગાર રહ્યો અને તે જલદી પાછો આવવા માગે છે. જૅક્સન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પિન્કી રોશને કૅપ્શન આપી હતી, ‘જૅક્સન વૉન્ગ સાથે પસાર કરેલો સમય યાદગાર રહ્યો. આ અદ્ભુત ટૅલન્ટેડ યુવાને પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે. તેની પાસેથી મળેલો ઉમળકો, પ્રેમ, માન, માનવતા, વિનમ્ર છે. આવી ક્વૉલિટી ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. તેની સાથે તરત લગાવ થઈ ગયો. ગૉડ બ્લેસ યુ જૅક્સન. અમારા પરિવારમાં તારું સ્વાગત છે. સાથે જ અમારી હાઉસહેલ્પ સાથે ફોટો ક્લિક કરવાની પણ તેને ખુશી હતી.’

દિશા પટણીએ જૅક્સન વૉન્ગને કરાવ્યાં મુંબઈ દર્શન

હૃતિક રોશનની મહેમાનનવાજી બાદ K-પૉપસ્ટાર જૅક્સન વૉન્ગ મુંબઈની સફરે દિશા પટણી સાથે ઊપડી ગયો હતો. મુંબઈમાં આયોજિત મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપવા જૅક્સન આવ્યો હતો. તેણે પોતાના પર્ફોર્મન્સથી લોકોને ઘેલા કર્યા હતા. દિશા તેની ફૅન છે. મુંબઈ દર્શનની નાનકડી ક્લિપ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. એમાં દિશાએ જીન્સ પર વાઇટ ક્રૉપ ટૉપ પહેર્યું છે, તો જૅક્સન કલરફુલ શર્ટમાં દેખાયો હતો. વિડિયો જોઈને લાગે છે કે જૅક્સનને મુંબઈ ગમી ગયું છે.

01 February, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પરિણીતિ ચોપરાના રાઘવ ચડ્ઢા સાથે લગ્ન નક્કી? સિંગર હાર્ડી સંધુએ કર્યો ખુલાસો

પરિણીતિ ચોપરા (Parineeti Chopra) અને આપ નેતા રાઘવ ચડ્ઢા (Raghav Chadha) વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા સૌ કોઈ આતુર છે. આ દરમિયાન સિંગર હાર્ડી સંધુ (Harddy Sandhu)એ કહ્યું કે તે ખુશ છે કે પરિણીતી આખરે જીવનમાં સેટલ થઈ રહી છે.

31 March, 2023 10:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`ભોલા` રિવ્યુ: ઇમોશન્સની જગ્યા લીધી માઇન્ડલેસ ઍક્શને

સ્ટન્ટ્સને વધુ ગ્રૅન્ડ દેખાડવામાં ઘણી વાર મેકર્સ ભૂલી જાય છે કે એ એટલા હમ્બગ પણ લાગે છે : બાપ–દીકરીનાં ઇમોશન્સને વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી અને ડાયલૉગ શ્રીમદ ભગવદ્ગીતાના લેવલના રાખવાની જરૂર નહોતી

31 March, 2023 09:44 IST | Mumbai | Harsh Desai
બૉલિવૂડ સમાચાર

આર્યન ફરી થયો ટ્રોલ

રોશનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આર્યન સાથેના ફોટો શૅર કર્યા હતા

30 March, 2023 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK