ગયા અઠવાડિયે છૂટક ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં છૂટક ફુગાવો વધીને ૩.૨ ટકા થયો હતો
પ્રતીકાત્મક તસવીર
હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (જથ્થાબંધ ફુગાવો) સતત ચોથા મહિને વધ્યો હતો અને એ ફેબ્રુઆરીમાં ૨.૧૩ ટકા પર પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં આ આંકડો ૧.૮૧ ટકા હતો. ૨૦૨૫માં ફેબ્રુઆરીમાં આ આંકડો ૨.૪૫ ટકા રહ્યો હતો.
ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે જથ્થાબંધ ફુગાવામાં વધારો મુખ્યત્વે અન્ય ઉત્પાદન, મૂળભૂત ધાતુઓનું ઉત્પાદન, બિનખાદ્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ અને કપડાંના ઊંચા ભાવને કારણે થયો હતો.
ADVERTISEMENT
ગયા અઠવાડિયે છૂટક ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં છૂટક ફુગાવો વધીને ૩.૨ ટકા થયો હતો. જાન્યુઆરીમાં આ દર ૨.૭૫ ટકા હતો.
