જાણીતો કૉમેડિયન કપિલ શર્મા હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો અને તેના નવા લુકને જોઈને તેના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે આ નવા લુકમાં કપિલ શર્મા બહુ પાતળો દેખાતો હતો. તેણે પોતાનું વજન ઘણું ઓછું કરી નાખ્યું છે.
કપિલ શર્મા
તેની કાયાપલટ જોઈને ચાહકો ચિંતામાં
જાણીતો કૉમેડિયન કપિલ શર્મા હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો અને તેના નવા લુકને જોઈને તેના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે આ નવા લુકમાં કપિલ શર્મા બહુ પાતળો દેખાતો હતો. તેણે પોતાનું વજન ઘણું ઓછું કરી નાખ્યું છે. કપિલ શર્માનું આ વેઇટલૉસ ટ્રાન્સફૉર્મેશન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કપિલ શર્માનું આ ટ્રાન્સફૉર્મેશન જોઈને કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે અને કહેવા લાગ્યા છે કપિલે ફિલ્મમેકર કરણ જોહરમાંથી પ્રેરણા લીધી છે. આ નવા લુકમાં કપિલ બહુ રિલૅક્સ લાગતો હતો.
જોકે કપિલનો એકાએક વેઇટલૉસ થવાથી તેના ચાહકો તેને કોઈ વાતની સાઇડ-ઇફેક્ટ તો નથી થઈને એવી ચિંતા કરી રહ્યા છે. કેટલાક ફૅન્સને કપિલનો આ લુક સ્માર્ટ લાગે છે તો કેટલાકને લાગે છે કે કપિલ પાતળો થવાના ચક્કરમાં બીમાર લાગવા માંડ્યો છે.
ઑઝેમ્પિક કે ફિટનેસ ટ્રેઇનિંગ?
કપિલના વેઇટ-ટ્રાન્સફૉર્મેશનને જોઈને કેટલાક ચાહકો સવાલ કરી રહ્યા છે કે શું વજન ઘટાડવા માટે ઑઝેમ્પિક જેવી કોઈ દવા લીધી છે કે પછી ફિટનેસ ટ્રેઇનિંગ કરો છો? થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે કપિલ દરરોજ લગભગ બે કલાક વર્કઆઉટ કરે છે જેને કારણે તેની ફિટનેસમાં સુધારો થયો છે. જોકે હાલમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઑઝેમ્પિક દવાની મદદથી વજન ઉતારવાનું ચલણ વધ્યું છે. ઑઝેમ્પિક એક પ્રકારની વજન ઘટાડવાની દવા છે. આ દવા ખાસ કરીને ડાયાબિટીઝના દરદીઓ માટે બનાવવામાં આવી હતી, પણ હવે એનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થવા લાગ્યો છે. હાલમાં કરણ જોહર અને રામ કપૂરનું વજન અચાનક ઘટી ગયું ત્યારે પણ ચર્ચા હતી કે તેમણે આ વજન ઉતારવા માટે ઑઝેમ્પિકનો ઉપયોગ કર્યો છે.

