જૉન એબ્રાહમ અને પ્રિયા રુંચલે ૨૦૧૩માં અમેરિકામાં એક પ્રાઇવેટ ફંક્શનમાં લગ્ન કર્યાં હતાં.
જૉન એબ્રાહમ અને પ્રિયા રુંચલ
જૉન એબ્રાહમ અને પ્રિયા રુંચલે ૨૦૧૩માં અમેરિકામાં એક પ્રાઇવેટ ફંક્શનમાં લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને બાર વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં તેમણે બાળકનું પ્લાનિંગ નથી કર્યું. જૉનને અવારનવાર આ વિશે સવાલ કરવામાં આવતો હોય છે, પણ તેણે આ મામલે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે. જોકે એક ઇન્ટરવ્યુમાં જૉને બાળક પ્લાન ન કરવાના નિર્ણય વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ એક પરસ્પર વિચારણા કરીને લેવાયેલો નિર્ણય છે અને અમે અમારા બનાવેલા જીવનથી ખુશ છીએ. દરેક જોડીની સફર અનોખી હોય છે અને અમારી સફર આવી છે. તમે ખૂબ વધારે પ્લાનિંગ નથી કરી શકતા, પણ મને લાગે છે કે તમારે ત્યારે જ બાળકો કરવાં જોઈએ જ્યારે તમારી જવાબદાર માતા-પિતા બનવા માટે તૈયારી હોય. જો તૈયારી ન હોય તો બાળકો ન કરો. જો તમે માતા-પિતા બનવાનો આનંદ માણવા માગો છો અને કોઈ બાળકને ખૂબ પ્રેમ અને કાળજી સાથે ઉછેરવા માગો છો તો તમારે સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે.’

