Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિરિયડ્સ વખતે શૂટિંગ કરવામાં ખૂબ તકલીફ થતી હતી : જયા બચ્ચન

પિરિયડ્સ વખતે શૂટિંગ કરવામાં ખૂબ તકલીફ થતી હતી : જયા બચ્ચન

14 November, 2022 03:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાત તેમણે તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ ‘વૉટ ધ હેલ નવ્યા’માં કહી હતી.

જયા બચ્ચન

જયા બચ્ચન


જયા બચ્ચને જણાવ્યું છે કે પિરિયડ્સ વખતે શૂટિંગ કરવામાં ખૂબ તકલીફ થતી હતી અને એ અનુભવ શરમજનક હતો. આ વાત તેમણે તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટ ‘વૉટ ધ હેલ નવ્યા’માં કહી હતી. આ શોમાં નવ્યા તેની નાની સાથે વિવિધ વિષયો પર તેમના વિચારો જાણવાના પ્રયાસ કરે છે. લેટેસ્ટ એપિસોડમાં નવ્યાએ તેની નાનીને શૂટિંગ દરમ્યાન પિરિયડ્સના અનુભવ વિશે પૂછ્યું હતું. એનો જવાબ આપતાં જયા બચ્ચને કહ્યું કે ‘શૂટિંગ દરમ્યાન પિરિયડ્સ આવે એ ખરેખર ભયાનક રહેતું હતું. અમે જ્યારે આઉટડોર શૂટિંગ કરતા તો અમારી પાસે વૅનિટી વૅન પણ નહોતી રહેતી. અમારે ઝાડીઓની પાછળ જઈને ચેન્જ કરવું પડતું હતું. ટૉઇલેટ્સની સુવિધા ન હોવાને કારણે અમારે ખેતરમાં કાં તો પહાડો પર જવું પડતું હતું. એ ખરેખર શરમજનક લાગતું હતું. સાથે પ્લાસ્ટિકની બૅગ રાખવી પડતી હતી, જેથી યુઝ કરેલાં પૅડ્સ એમાં ભેગાં કરી શકાય. બાદમાં ઘરે જઈને એને ફેંકવાં પડતાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2022 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK