આ ફિલ્મ ૨૦૨૫ની ૨૫ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની હતી.
ફિલ્મનું પોસ્ટર
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી પ્રથમ વખત ‘પરમ સુંદરી’માં સાથે જોવા મળવાની હતી. આ ફિલ્મ ૨૦૨૫ની ૨૫ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થવાની હતી. જોકે હવે એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ પોસ્ટપોન થઈ શકે છે, કારણ કે અજય દેવગને તાજેતરમાં જાહેરાત કરી હતી કે ‘સન ઑફ સરદાર 2’ પણ એ જ તારીખે રિલીઝ થશે. આ સંજોગોમાં બૉક્સ-ઑફિસ પર ‘પરમ સુંદરી’ અને ‘સન ઑફ સરદાર 2’ની ટક્કર થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને ટાળવા માટે ‘પરમ સુંદરી’ના પ્રોડ્યુસર મૅડૉક ફિલ્મ્સના નિર્માતા દિનેશ વિજને ‘પરમ સુંદરી’ની રિલીઝ પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે છે.
રિપોર્ટ્સ અનુસાર ‘પરમ સુંદરી’ના નિર્માતાઓ હવે આ ફિલ્મને ઑગસ્ટમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

