તાજેતરમાં જ યોગી આદિત્ય નાથે મુંબઈમાં આવીને બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીઝ સાથે મુલાકાત કરી હતી
જૅકી શ્રોફે થિયેટર્સમાં મળતા પૉપકૉર્નના ભાવ ઘટાડવાની માગણી યુપીના સીએમ યોગીને કરી
જૅકી શ્રોફે થિયેટર્સમાં મળતા પૉપકૉર્નના ભાવ ઘટાડવાની માગણી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથને કરી છે. જૅકી શ્રોફનું કહેવું છે કે જો પૉપકૉર્નની કિંમત વધારે રહેશે તો થિયેટર્સમાં ફિલ્મ જોવા આવતા દર્શકોના ઇન્ટરેસ્ટ પર માઠી અસર પડશે. તાજેતરમાં જ યોગી આદિત્ય નાથે મુંબઈમાં આવીને બૉલીવુડની કેટલીક સેલિબ્રિટીઝ સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન સીએમનું સ્વાગત કરતાં જૅકી શ્રોફે કહ્યું કે ‘વેલકમ ટુ મુંબઈ. કભી ભી ઘર કા ખાના ચાહિએ તો હુકુમ કરના, મિલ જાએગા.’ સાથે જ પૉપકૉર્નના ભાવ ઘટાડવાની વાત કરતાં જૅકી શ્રોફે કહ્યું કે ‘થિયેટર કે પૉપકૉર્ન કી કિમત કમ કરો સર. ૫૦૦ રૂપિયા લેતે હૈં પૉપકૉર્ન કા. પિક્ચર બનાએંગે, સ્ટુડિયો બનાએંગે; લેકિન અંદર આએગા કૌન?’


