Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી પ્રાઇવસીને લઈને ચિંતા કરવાથી જો મને તમે ઘમંડી કહેશો તો ચાલશે : તાપસી

મારી પ્રાઇવસીને લઈને ચિંતા કરવાથી જો મને તમે ઘમંડી કહેશો તો ચાલશે : તાપસી

18 December, 2022 02:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાપારાઝીના વર્તનને લઈને તેનો રોષ ફૂટ્યો

મારી પ્રાઇવસીને લઈને ચિંતા કરવાથી જો મને તમે ઘમંડી કહેશો તો ચાલશે : તાપસી

મારી પ્રાઇવસીને લઈને ચિંતા કરવાથી જો મને તમે ઘમંડી કહેશો તો ચાલશે : તાપસી


તાપસી પન્નુએ પાપારાઝીના વર્તનને લઈને જણાવ્યું કે જો હું તેની પ્રાઇવસીને લઈને ચિંતા કરતી હોઉં અને એને કારણે હું ઘમંડી લાગતી હોઉં તો મને અહંકારી કહેવડાવવામાં કોઈ વાંધો નથી. પાપારાઝીને લઈને તાપસીએ કહ્યું કે ‘એક સમય બાદ પાપારાઝીનું વર્તન મને તકલીફ આપે છે, કેમ કે મને એવો હેસાસ થાય છે કે તેઓ જાણીજોઈને મને પજવવાનો પ્રયાસ કરે છે. હું જ્યારે મારી કારમાં જાઉં ત્યારે મારી કારનો દરવાજો પકડી રાખે છે. આ મારી પ્રાઇવસીમાં ઘૂસણખોરી કરવા સમાન છે. તમે કારમાં જઈ રહ્યા છો અને લોકો તમારી કારનો દરવાજો પકડીને ઊભા રહી જાય. તમને દરવાજો બંધ નથી કરવા દેતા અને તમારા ચહેરા પર કૅમેરા અને માઇક ઘુસાડી રહ્યા હોય તો એ શું તમને ગમશે? કોઈ પણ વ્યક્તિ યુવક હોય કે યુવતી તેને આ નહીં ગમે. હું બૉડીગાર્ડ વગર હોઉં છું. આ જ કારણ છે કે તમારી પાસે કૅમેરા અને માઇક મારી નજીક લાવવાની આઝાદી છે. હું પબ્લિક ફિગર હોવાથી સામાન્ય વ્યક્તિની જેમ મને શ્વાસ લેવાની સ્પેસ નથી. એ વાતને લઈને બાદમાં હેડલાઇન્સ બનાવવામાં આવે છે. મીડિયા મને ઘમંડી જણાવે છે. જો હું મારી પ્રાઇવસી અને સલામતીને લઈને ચિંતા કરવાથી ઘમંડી લાગું છું તો મને તમે ઘમંડી કહી શકો. હું સારી છોકરી બનવાનો ઢોંગ નહીં કરું, કેમ કે હું જેવી છું એવી જ કૅમેરા સામે પણ છું.’


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK