આ વર્ષે ‘RRR’ને મોકલવાની જગ્યાએ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને મોકલવામાં આવી હતી

એ. આર. રહમાન
એ. આર. રહમાનનું કહેવું છે કે ઑસ્કર્સમાં બેસ્ટ ફૉરેન ફિલ્મની કૅટેગરી માટે ઇન્ડિયા ખોટી ફિલ્મોને મોકલી રહ્યું છે. આ વર્ષે ‘RRR’ને મોકલવાની જગ્યાએ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને મોકલવામાં આવી હતી. જોકે ‘છેલ્લો શો’ નૉમિનેશન માટે પણ પંસદ નહોતી થઈ. આ વિશે વાત કરતાં એ. આર. રહમાને કહ્યું કે ‘કેટલીક વાર હું જોઉં છું કે આપણી ફિલ્મો ઑસ્કર્સ સુધી જાય છે, પરંતુ એ નૉમિનેટ નથી થતી. ઑસ્કર્સ માટે ખોટી ફિલ્મોને મોકલવામાં આવે છે. મને ફક્ત એટલું જ થાય છે કે આ ફિલ્મોને ન મોકલો. અહીં શું થઈ રહ્યું છે એ જાણવા માટે આપણે વેસ્ટર્ન કન્ટ્રીના માણસ હોય એ બનીને જોવું પડે છે. તેઓ શું કરી રહ્યા છે એ જોવા માટે મારે અહીંના માણસ તરીકે જોવાની જરૂર પડે છે, જેથી ચોક્કસ રીતે જોઈ શકાય. આ વર્ષે ઇન્ડિયાને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ માટે ‘નાટુ નાટુ’ને ઑસ્કર અને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ માટે ‘ધ એલિફન્ટ વિસ્પર્સ’ને ઑસ્કર અવૉર્ડ મળ્યા છે.’