આ અવૉર્ડ માટે જુનિયર એનટીઆરે પણ ત્યાં હાજરી આપી હતી. તે હાજરી આપ્યા બાદ ફરી હૈદરાબાદ આવી ગયો છે

જુનિયર એનટીઆર
‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો ઑસ્કર અવૉર્ડ મળતાં એને ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવ્યું છે. ૯૫મા ઑસ્કર અવૉર્ડ્સમાં પહેલી વાર એવું બન્યું હતું કે પહેલી ઇન્ડિયન ફિલ્મને આ અવૉર્ડ મળ્યો છે. જપાનના ઑનલાઇન કસીનો ગાઇડ દ્વારા કરવામાં આવેલા ગૂગલ સર્ચ ટ્રેન્ડ ડેટામાં આ જાણવા મળ્યું છે. ઑસ્કર અવૉર્ડની જાહેરાત થયા બાદ તરત જ આ ગીતના વૉલ્યુમમાં દસગણો વધારો જોવા મળ્યો હતો. જોકે ત્યાર બાદ આ ગીતના ગૂગલ સર્ચમાં ઓવરઑલ ૧૧૦૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ગીત ગયા વર્ષે માર્ચમાં રિલીઝ થયું હતું અને ટિકટૉક પર એના ૫૨.૬ મિલ્યન વ્યુઝ છે.
કીરાવાણી અને ચંદ્રબોઝને અવૉર્ડ મળ્યો એ ક્ષણને હું હંમેશાં યાદ રાખીશ : જુનિયર એનટીઆર
ADVERTISEMENT
‘RRR’માં કોમરામ ભીમનું પાત્ર ભજવનાર જુનિયર એનટીઆરનું કહેવું છે કે તે ઑસ્કરની ક્ષણને હંમેશાં યાદ રાખશે. એમ. એમ. કીરાવાણી અને ચંદ્રબોઝને ‘નાટુ નાટુ’ માટે બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ માટે જુનિયર એનટીઆરે પણ ત્યાં હાજરી આપી હતી. તે હાજરી આપ્યા બાદ ફરી હૈદરાબાદ આવી ગયો છે. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર તેના ફૅન્સ દ્વારા તેનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિશે જુનિયર એનટીઆરે કહ્યું કે ‘સૉન્ગ ‘નાટુ નાટુ’ને જ્યારે ઑસ્કર અવૉર્ડ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યું એ ક્ષણને હું ક્યારેય નહીં ભૂલી શકું. આ એક એવો અનુભવ છે જેને હું શબ્દમાં રજૂ નહીં કરી શકું. કીરાવાણી અને ચંદ્રબોઝે જ્યારે સ્ટેજ પર જઈને અવૉર્ડ લીધો એ મોમેન્ટને હું હંમેશાં યાદ રાખીશ. મારા માટે આ સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી. મને આ અવૉર્ડ મારા ફૅન્સને કારણે મળ્યો છે. આ સન્માનનીય અવૉર્ડ અમને અમારા અને સિનેમાના પ્રેમીઓ અને ફૅન્સને કારણે મળ્યો છે.’

