RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો ઑસ્કર અવૉર્ડ મળ્યો છે

રામચરણ
રામચરણ તેની સાથે તેનું મંદિર પણ લૉસ ઍન્જલસ લઈને ગયો હતો. તેની ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. ઑસ્કરમાં નૉમિનેશન મળ્યું હોવાથી તે તેની પત્ની ઉપાસના સાથે લૉસ ઍન્જલસ આવ્યો હતો. જોકે તે સાથે તેનું મંદિર પણ લઈને આવ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ રામ-સીતા, લક્ષ્મણ અને હનુમાનની પૂજા કરતાં હોય એ જોવા મળી રહ્યું છે. આ વિશે રામચરણે કહ્યું હતું કે ‘મારી પત્ની અને હું જ્યાં જઈએ છીએ ત્યાં અમે અમારું નાનું મંદિર સાથે લઈને જઈએ છીએ. એનાથી અમે અમારી એનર્જી અને ઇન્ડિયા સાથે કનેક્ટેડ રહીએ છીએ.’