થોડા સમય પહેલાં જ ગૌહરનો બેબી શાવર થયો હતો
ફાઇલ તસવીર
ગૌહર ખાને ૧૦ મેએ દીકરાને જન્મ આપ્યો છે. ગૌહર અને ઝૈદ દરબાર પહેલા બાળકના પેરન્ટ્સ બની ગયાં છે. થોડા સમય પહેલાં જ ગૌહરનો બેબી શાવર થયો હતો. પ્રેગ્નન્સીના ન્યુઝ ગૌહરે સોશ્યલ મીડિયામાં આપ્યા હતા. હવે પેરન્ટ્સ બનવાના ગુડ ન્યુઝ પણ તેમણે સોશ્યલ મીડિયામાં આપ્યા છે. એથી ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સ તેમને કૉન્ગ્રેચ્યુલેશન્સના મેસેજિસ મોકલી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ગૌહરે એક નોટ શૅર કરી હતી. એમાં લખ્યું હતું કે ‘આ સુંદર જગતમાં અમારા દીકરાનો જન્મ થયો છે. અમને ખુશીનો ખજાનો આપ્યો છે. ૨૦૨૩ની ૧૦ મેએ તેનો જન્મ થયો છે. તેણે અમને એહસાસ અપાવ્યો છે કે ખરા અર્થમાં ખુશી કોને કહેવાય. અમારો દીકરો તેને આપેલા પ્રેમ અને શુભકામના માટે થૅન્ક યુ કહી રહ્યો છે. નવા પેરન્ટ્સ બનેલા ઝૈદ અને ગૌહર સૌના આભારી છે.’


