આ અભિનેત્રીએ ‘ફેમિના મિસ ઈન્ડિયા’માં સહુનું ધ્યાન ખેંચ્યું હતું
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
બોલિવૂડ સેલિબ્રિટીઝના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર અવરનવાર વાયરલ થતાં રહે છે. પછી ફેન્સ તે તસવીરો જોઈને તુક્કો લગાવતા હોય છે કે, આ સેલિબ્રિટી કોણ છે! સોશ્યલ મીડિયા પર ર્સ્ટાસની તસવીરો જોઈને ફેન્સ ખુબ ખુશ થાય છે. સોશિયલ મીડિયા પર સ્ટાર્સના જૂના વીડિયો અને તસવીરો વાયરલ થાય છે, જેમાં તેમને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તાજેતરમાં લાલ લહેંગામાં સજ્જ એક અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો છે. આ અભિનેત્રી એ જ છે જે તાજેતરમાં એક ક્યૂટ દીકરાની માતા બની છે.
અહીં જુઓ વાયરલ વીડિયો :
ADVERTISEMENT
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં લાલ લહેંગા પહેરેલી આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ગૌહર ખાન (Gauahar Khan) છે. ગૌહર ખાનનો આ વીડિયો એ સમયનો છે જ્યારે તેણે ‘મિસ ઈન્ડિયા’માં ભાગ લીધો હતો. ગૌહર ખાને વર્ષ ૨૦૦૨માં ‘મિસ ઈન્ડિયા’માં ભાગ લીધો હતો. પેજન્ટ એન્ડ ઇન્ફ્લૂઅન્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે અને જાત-ભાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે.
આ પણ જુઓ – #NOSTALGIA : શિલ્પા શેટ્ટીની આ તસવીરો તમને પણ કરશે ‘દિવાના દિવાના’
ગૌહર ખાને ૧૮ વર્ષની ઉંમરે ગૌહર ખાને વર્ષ ૨૦૦૨માં ‘ફેમિના મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જોકે તેણે આ ટાઇટલ જીત્યું ન હતું. પરંતુ તેણે ચોથું સ્થાન મેળવીને મિસ ટેલેન્ટેડનો ખિતાબ જીત્યો. આ પછી ગૌહર ખાને ‘મિસ ઇન્ટરનેશનલ’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તાજેતરમાં જ અભિનેત્રી ગૌહર ખાન માતા બની છે. દસ મે ના રોજ ગૌહર ખાને દીકરાને જન્મ આપ્યો છે. માતૃત્વનો ગ્લો તેના ચહેરા પર ખીલી ઉઠ્યો છે. આ પહેલાં પણ તેની બેબી બમ્પની તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી હતી.
આ પણ જુઓ – #NOSTALGIA : આયેશા ઝુલ્કાની અદાઓ આજે પણ તમને કરશે ઘાયલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ગૌહર ખાન ‘બિગ બોસ’ની વિનર રહી ચૂકી છે. આ સિવાય તેણે અનેક બોલિવૂડ ફિલ્મો અને વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બાકી, અભિનેત્રી સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહીને ફેન્સનું મનોરંજન કરતી રહે છે.