આ કૅપ્શન સાથે ઇબ્રાહિમ અલી ખાને ભાઈઓ તૈમુર અને જેહ સાથેની પોસ્ટ કરેલી તસવીર ચર્ચામાં છે
તીનોં ભાઈ, તીનોં તબાહી... હૅપી દિવાલી
દિવાળીના તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઈ છે. હાલમાં સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને તેના સાવકા ભાઈઓ તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથે એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં ઇબ્રાહિમે કાળી શેરવાની પહેરી છે, જ્યારે તૈમુર લાલ રંગના કુરતામાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં સૌથી નાનો જેહ હાથમાં બૉટલ પકડીને તોફાન કરતો જોવા મળે છે. આ ફોટોને શૅર કરતી વખતે ઇબ્રાહિમે કૅપ્શન લખી છે, ‘તીનોં ભાઈ, તીનોં તબાહી... હૅપી દિવાલી.’


