Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા શો ‘પિન્ચ’ માટે હું બિગ બીનો પીછો કરતો રહીશ : અરબાઝ ખાન

મારા શો ‘પિન્ચ’ માટે હું બિગ બીનો પીછો કરતો રહીશ : અરબાઝ ખાન

21 July, 2021 01:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટૉક-શોની બીજી સીઝન આવી રહી છે

અરબાઝ ખાન

અરબાઝ ખાન


અરબાઝ ખાનનું કહેવું છે કે તે તેના શો ‘પિન્ચ’ માટે અમિતાભ બચ્ચનનો પીછો કરતો રહેશે. આ ટૉક-શોની બીજી સીઝન આવી રહી છે. એમાં સલમાન ખાન, ટાઇગર શ્રોફ અને ફરહાન અખ્તર જેવા ઘણા લોકો આવી રહ્યા છે. તે આ શોમાં અમિતાભ બચ્ચનને પણ લાવવા માગે છે. આ વિશે વાત કરતાં અરબાઝે કહ્યું હતું કે ‘આપણે બધા જાણીએ છીએ કે અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ઍક્ટિવ હોય છે. તેમ જ મારો શો પણ સોશ્યલ મીડિયા શો છે અને તેઓ અમિતાભ બચ્ચન છે. તેમની પાસે ઘણું નૉલેજ અને એક્સ્પીરિયન્સ છે. મને ખાતરી છે કે તેઓ આપણી સાથે સોશ્યલ મીડિયાને કેવી રીતે હૅન્ડલ કરવું એને જણાવી શકશે. મને ખાતરી છે કે તેમને પણ સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવતા હશે અને તેઓ પણ નેગેટિવિટીનો શિકાર બન્યા હશે. એને કેવી રીતે હૅન્ડલ કરવું અને એ વિશે તેમના વિચાર શું છે એ જાણવું અગત્યનું રહેશે. હું મારી આગામી સીઝન માટે તેમનો પીછો કરતો રહીશ. મને આશા છે કે તેઓ મારી બે સીઝન જોશે તો તેઓ આ શોનો પાર્ટ બનવા માટે તૈયારી દેખાડશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2021 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK