Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અતિશય બિઝી હોવાને કારણે વેકેશન પર જવાનો સમય નથી મળતો : રોહિત શેટ્ટી

અતિશય બિઝી હોવાને કારણે વેકેશન પર જવાનો સમય નથી મળતો : રોહિત શેટ્ટી

20 December, 2022 03:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાત તેણે ‘ધ કપિલ શર્મા શો’માં કહી છે. તે તેની ફિલ્મ ‘સર્કસ’ના પ્રમોશન માટે આ શોમાં પહોંચ્યો હતો

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી


ફિલ્મમેકર રોહિત શેટ્ટી તેના બિઝી શેડ્યુલને કારણે ફૅમિલી સાથે વેકેશન પર નથી જઈ શકતો. જોકે તેની ફૅમિલી વેકેશન પર જાય છે. આ વાત તેણે ‘ધ કપિલ શર્મા શો’માં કહી છે. તે તેની ફિલ્મ ‘સર્કસ’ના પ્રમોશન માટે આ શોમાં પહોંચ્યો હતો. ૨૩ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે, જૅકલિન ફર્નાન્ડિસ, ટિકુ તલસાણિયા, જૉની લીવર, સંજય મિશ્રા, વિજય પાટકર, સિદ્ધાર્થ જાધવ અને વ્રજેશ હીરજી પણ લીડ રોલમાં દેખાશે. વેકેશન પર જવાનો સમય ન હોવાનું જણાવતાં રોહિત શેટ્ટીએ કહ્યું કે ‘મારો પરિવાર હંમેશાં વેકેશન પર જાય છે. જોકે મારા ટાઇટ શેડ્યુલને કારણે મારી પાસે સમય નથી હોતો. મારા માટે તો મારી ટીમ જ ફૅમિલી છે. હું મોટા ભાગનો સમય તેમની સાથે પસાર કરું છું અને એ વાતનો મને પસ્તાવો પણ નથી. મારું એવું પણ માનવું છે કે જો કોઈ વેકેશન પરથી મનમાં એવો વસવસો રાખીને પાછો આવે અને ફ્લાઇટમાં એમ વિચારે કે તેને કામ પર જવાનું છે તો એ પૈસાની બરબાદી છે. જો તમે કામને એન્જૉય કરવા લાગો, ઉદાહરણ તરીકે હું સવારે જાગું અને એમ વિચારું કે મારે ‘ધ કપિલ શર્મા શો’માં જવાનું છે અને એમાં મને ખૂબ મજા આવવાની છે તો તમારે કોઈ વેકેશનની જરૂર નથી પડવાની, કેમ કે તમારું કામ પણ આવું જ હોવું જોઈએ.’


‘સિમ્બા’માં રણવીર સિંહ અને સારા અલી ખાને મહારાષ્ટ્રિયન પાત્રો ભજવ્યાં હતાં. આ ફિલ્મમાં જજ તરીકે અશ્વિની કળસેકરની નાનકડી ભૂમિકા હતી, પરંતુ તેણે આખા શૂટિંગ દરમ્યાન બન્ને ઍક્ટર્સને મરાઠી ઉચ્ચારણ શીખવાડ્યાં હતાં. સેટ પર તે ડાયલૉગ ડિરેક્ટર હતી. એક એવો અસિસ્ટન્ટ, જે પૂરો સમય કામ કરે છે.  - રોહિત શેટ્ટી


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2022 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK