Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત સાથે પહેલાં મેં કામ કર્યું હતું : દીપિકા પાદુકોણ

રોહિત સાથે પહેલાં મેં કામ કર્યું હતું : દીપિકા પાદુકોણ

09 December, 2022 03:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિ સાથે કૉમ્પિટિશનમાં હોય એ રીતે રણવીરને તેણે આવું કહ્યું

રોહિત શેટ્ટી, દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ (તસવીર: સમીર માર્કન્ડે)

રોહિત શેટ્ટી, દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ (તસવીર: સમીર માર્કન્ડે)


દીપિકા પાદુકોણે જાણે તેના પતિ રણવીર સિંહ સાથે કૉમ્પિટિશનમાં હોય એ રીતે તેને કહ્યું હતું કે રોહિત શેટ્ટી સાથે પહેલાં તેણે કામ કર્યું હતું. રોહિત શેટ્ટીની ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં દીપિકાએ શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ રણવીર સિંહ અને રોહિતે ‘સિમ્બા’માં સાથે કામ કર્યું હતું. 
રણવીર અને રોહિતે ફરી ‘સર્કસ’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થઈ રહી છે, જેમાં ‘કરન્ટ લગા રે’માં દીપિકા જોવા મળી રહી છે. આ ગીતને ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રણવીરે કહ્યું કે ‘હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું કે મેં ‘ધ રોહિત શેટ્ટી’ સાથે ફરી કામ કર્યું છે.’
આટલું બોલતા રણવીરને અટકાવતાં દીપિકાએ કહ્યું કે ‘જોકે મેં પહેલાં તેની સાથે કામ કર્યું હતું.’    

લેડી સિંઘમ બનશે દીપિકા પાદુકોણ



રોહિત શેટ્ટીના કૉપ યુનિવર્સમાં હવે દીપિકા પાદુકોણ લેડી સિંઘમ બનવા જઈ રહી છે. રોહિત શેટ્ટીના કૉપ યુનિવર્સમાં અજય દેવગન, રણવીર સિંહ અને અક્ષયકુમાર પહેલેથી જોવા મળી રહ્યા છે. આ યુનિવર્સમાં હજી સુધી કોઈ ફીમેલ કૉપ જોવા નથી મળી. રોહિતની વેબ-સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા શેટ્ટી કુન્દ્રા જરૂર કામ કરી રહી છે. જોકે ફિલ્મમાં હજી સુધી કોઈ એન્ટ્રી નથી થઈ. આ માટે ઘણાં વર્ષોથી રોહિતને સવાલ કરવામાં આવી રહ્યો હતો. ‘સર્કસ’ના ગીત ‘કરન્ટ લગા રે’ને ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં રોહિતની સાથે રણવીર અને દીપિકા પણ હાજર હતાં. એના વિશે વાત કરતાં રોહિત શેટ્ટીએ કહ્યું કે ‘લોગ પૂછતે રહતે હૈં સિંઘમ કા અગલા પાર્ટ કબ આએગા? આજે હું આ તક ઝડપવા માગું છું અને તમને કહેવા માગું છું કે દીપિકા અને હું આવતા વર્ષે એના પર કામ કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK