Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને એહસાસ થયો છે કે લોકો મને અદ્ભુત રીતે પર્ફોર્મ કરતો જોવા માગે છે : અર્જુન કપૂર

મને એહસાસ થયો છે કે લોકો મને અદ્ભુત રીતે પર્ફોર્મ કરતો જોવા માગે છે : અર્જુન કપૂર

22 December, 2022 04:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે તબુ, નસીરુદ્દીન શાહ, કુમુદ મિશ્રા અને રાધિકા મદન લીડ રોલમાં છે

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂરે જણાવ્યું છે કે તેને એહસાસ થયો છે કે લોકો તેને અદ્ભુત રીતે પર્ફોર્મ કરતો જોવા માગે છે. તેની ‘કુત્તે’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ૧૩ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે તબુ, નસીરુદ્દીન શાહ, કુમુદ મિશ્રા અને રાધિકા મદન લીડ રોલમાં છે. આ ફિલ્મને વિશાલ ભારદ્વાજે પ્રોડ્યુસ કરી છે અને તેમના દીકરા આસમાન ભારદ્વાજે ડિરેક્ટ કરી છે. ફિલ્મ વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘લોકોને, મીડિયાને અને ઇન્ડસ્ટ્રીના લોકોને ‘કુત્તે’નું ટ્રેલર પસંદ પડ્યું છે અને તેઓ ફિલ્મ જોવા માટે પણ એક્સાઇટેડ છે એ વાતની મને ખુશી છે. મને એહસાસ થયો છે કે લોકો ચાહે છે કે હું અદ્ભુત પર્ફોર્મન્સ આપવા માટે મારી જાતને આગળ ધકેલું. ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં એવું થયું હતું. એ જ પ્રેમ મને ‘કુત્તે’ના ટ્રેલર દ્વારા ફરીથી મળી રહ્યો છે. લોકોએ ટ્રેલરમાં જે કાંઈ જોયું છે એ માત્ર કૅરૅક્ટરની એક નાનકડી ઝલક છે અથવા તો એમ કહી શકાય કે ‘કુત્તે’માં શું થાય છે એ દેખાડે છે. લોકોને ફિલ્મ જકડી રાખશે એ જ વાત અમે ટ્રેલર દ્વારા લોકોને કહેવા માગતા હતા. આશા છે કે લોકોને અમારી ફિલ્મ ગમશે. ​ફિલ્મ રિલીઝ થાય ત્યારે લોકોનો રિસ્પૉન્સ જાણવા માટે હું આતુર છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 04:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK