‘સિતારે ઝમીન પર’માં ૨૩ વર્ષ નાની જેનેલિયા સાથે જોડી જમાવવા વિશે આમિર ખાને કરી આવી દલીલ
આમિર ખાન, જેનેલિયા ડિસોઝા
આમિર ખાનની કૉમેડી-સ્પોર્ટ્સ ડ્રામા ‘સિતારે ઝમીન પર’ ૨૦ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ૬૦ વર્ષના આમિર સાથે હિરોઇન તરીકે તેનાથી ૨૩ વર્ષ નાની જેનેલિયા ડિસોઝા છે. તેમની વચ્ચેની ઉંમરનો તફાવત ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મામલે વાત કરતાં આમિરે કહ્યું હતું કે ‘જેનેલિયા સાથે ઉંમરના અંતરની વાત મારા મનમાં પણ આવી હતી પરંતુ હવે આપણી પાસે VFX ટેક્નૉલૉજી છે. હવે જો મારે ૧૮ વર્ષના છોકરાનું પાત્ર ભજવવું હોય તો પણ એ શક્ય છે. પહેલાં પ્રોસ્થેટિક્સ પર આધાર રાખવો પડતો હતો, પણ હવે VFXની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે સ્ક્રીન પર હું ગમે એટલી નાની વયનો દેખાઈ શકું છું. આને કારણે હવે ઉંમર કોઈ અડચણનો મુદ્દો નથી.’

