સુકેશ ચંદ્રશેખરનું કહેવું છે કે હું ચાહત ખન્નાની જેમ ગોલ્ડ ડિગર નથી. મની લૉન્ડિંરગ કેસમાં સુકેશ ચંદ્રશેખર સંડોવાયેલો છે.
ફાઈલ ફોટો
સુકેશ ચંદ્રશેખરનું કહેવું છે કે હું ચાહત ખન્નાની જેમ ગોલ્ડ ડિગર નથી. મની લૉન્ડિંરગ કેસમાં સુકેશ ચંદ્રશેખર સંડોવાયેલો છે. આ કેસમાં જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીનું નામ પણ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં ચાહત ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુકેશ લગ્ન કરવા માટે મારી પાછળ પડ્યો હતો. આ વિશે એક લેટરમાં સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે ‘કોઈ પણ મહિલા જેનાં લગ્ન થઈ ગયાં હોય અને બાળકો હોય તેને ડેટ કરવામાં અથવા તો તેની સાથે કોઈ પણ રિલેશન રાખવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ચાહતની જેમ હું ગોલ્ડ ડિગર નથી અને ડેસ્પરેટ પણ નથી. ચાહત અને નિકી સાથે મારાં ફક્ત પ્રોફેશનલ રિલેશન રહ્યાં છે અને એ માટે મીટિંગ પણ થઈ હતી જે માટે ઍડ્વાન્સ પૈસા પણ આપવામાં આવ્યા હતા. ચાહતે કહ્યું કે તેને નહોતી ખબર કે તે તિહાડ જેલમાં છે. એક વાત સમજમાં નથી આવતી કે તમે જેલમાં કોઈને મળવા જતા હો ત્યારે એ જેલ છે એ તમને કેવી રીતે ખબર ન પડે? શું તે ૧૦ વર્ષનું બાળક હતી? આજકાલ તો ૧૦ વર્ષના બાળકને પણ ખબર પડે છે કે જેલ કેવી હોય છે. તેણે કહ્યું કે પિન્કીએ તેને ભોળવી દીધી હતી. તો હું એક એવી હિરોઇનને પૂછવા માગું છું જેણે ઘણા પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને બધા સાથે કનેક્ટેડ છે કે તે કઈ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ મૂકી શકે અને દિલ્હીમાં આવી તિહાડ જેલમાં એકલી મને મળી શકે? જૂઠું બોલવામાં તેની મહારત છે. આના પરથી ખબર પડે છે કે તે કેવી-કેવી સ્ટોરી બનાવી શકે છે. તે કેમ ૨૦૧૮થી લઈને આજ સુધી ચૂપ બેઠી હતી. કોણ તેને પોલીસમાં રિપોર્ટ કરતાં અટકાવી રહ્યું હતું.’