Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નોરા સાથે કામ કરવાની મજા આવી હતી : રાજકુમાર રાવ

નોરા સાથે કામ કરવાની મજા આવી હતી : રાજકુમાર રાવ

20 January, 2023 04:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રેક ટી-સિરીઝની યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવ અને નોરા ફતેહી ‘અચ્છા સિલા દિયા’માં સાથે દેખાઈ રહ્યાં છે. આ ટ્રેક ટી-સિરીઝની યુટ્યુબ ચૅનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. બી. પ્રાકે આ ગીત ગાયું છે અને મ્યુઝિક પણ કમ્પોઝ કર્યું છે. ગીતને જાનીએ લખ્યું છે. ૧૯૯૫માં આવેલી ‘બેવફા સનમ’નું આ ગીત છે. આ ટ્રેક વિશે રાજકુમાર રાવે કહ્યું કે ‘આ મારું પહેલું સિંગલ છે અને એ પણ નોરા સાથે. તેની સાથે કામ કરવાની પણ મજા આવી હતી. મને જ્યારે જાણ થઈ કે હું બી. પ્રાક અને જાનીના ગીતમાં કામ કરવાનો છું તો હું ખૂબ એક્સાઇટેડ થયો હતો, કેમ કે મને તેમનું કામ ખૂબ પસંદ છે. આ ગીત આમ તો ઉદાસીથી ભરેલું છે, પરંતુ તમે એને સાંભળતા અટકશો નહીં અને આ ગીતમાં જોડાવાની મને ખુશી છે.’

આ પણ વાંચો : રાજકુમાર રાવ અને અપારશક્તિ ખુરાના માર્ચમાં સ્ત્રી 2નું શૂટિંગ કરશે શરૂ



આ ટ્રેકમાં પ્રેમ, ચીટિંગ અને બદલાની સ્ટોરી દેખાડવામાં આવી છે. આ ગીતમાં કામ કરવાનો અનુભવ જણાવતાં નોરાએ કહ્યું કે ‘આ મ્યુઝિક વિડિયોના શૂટિંગનો અનુભવ નવો હતો, કેમ કે મારા રોલમાં ઉગ્રતા છે. આ એકદમ હટકે ગીતમાં રાજકુમાર રાવ સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK