તસવીરમાં હૃતિક જેટ-સ્કી ચલાવતો દેખાય છે, જ્યારે પિન્કી તેની પાછળ બેસીને મજબૂતીથી તેને પકડી રાખેલી નજરે પડે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
હૃતિક રોશન તેની મમ્મી પિન્કી રોશનની બહુ નજીક છે. હૃતિક વારંવાર પોતાની મમ્મી પ્રત્યેનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરતો જોવા મળે છે. હાલમાં હૃતિક પોતાની મમ્મીને જન્મદિવસે એક થ્રિલિંગ જેટ-સ્કી રાઇડ પર લઈ ગયો હતો જેને પિન્કી રોશને પોતાના જન્મદિવસની સૌથી સુંદર ભેટ ગણાવી છે.
શનિવારે પિન્કી રોશને ઇન્સ્ટાગ્રામ પર હૃતિક સાથેની જેટ-સ્કી રાઇડની તસવીર શૅર કરી હતી. તસવીરમાં હૃતિક જેટ-સ્કી ચલાવતો દેખાય છે, જ્યારે પિન્કી તેની પાછળ બેસીને મજબૂતીથી તેને પકડી રાખેલી નજરે પડે છે. તસવીર સાથે પિન્કીએ એક ભાવુક મેસેજ લખ્યો કે ‘ઓળખીતા ચહેરા, છેને? હા, આ હૃતિક રોશન છે જેટ-સ્કી પર. ફરક એટલો કે અહીં લીડિંગ લેડી પિન્કી રોશન એટલે કે તેની મમ્મી છે. મારી કલ્પનાથી પણ શ્રેષ્ઠ જન્મદિવસની ભેટ.’


