Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑપરેશન સિંદૂર પછીના પહેલા બજેટમાં સંરક્ષણ વિભાગના આધુનિકીકરણ પર મૂકવામાં આવ્યો ભાર

ઑપરેશન સિંદૂર પછીના પહેલા બજેટમાં સંરક્ષણ વિભાગના આધુનિકીકરણ પર મૂકવામાં આવ્યો ભાર

Published : 02 February, 2026 07:39 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લશ્કરી વિમાનો, મિસાઇલો અને સશસ્ત્ર ડ્રોન વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ માટે ૭.૮૫ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જે ગયા વર્ષના ૬.૮૧ લાખ કરોડ રૂપિયા કરતાં ૧૫% વધુ છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ માને છે કે બજેટ-પ્રોત્સાહનથી સશસ્ત્ર દળો અને સાધનોના આધુનિકીકરણમાં એમની ક્ષમતા વધશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે રાફેલ ફાઇટર જેટ, સબમરીન અને માનવરહિત હવાઈ વાહનો સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મિનિસ્ટ્રીને ૩.૦૯ લાખ કરોડ



રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રાલયને ૩.૦૯ લાખ કરોડ, રેલવે મંત્રાલયને ૨.૮૧ લાખ કરોડ રૂપિયા, ગૃહમંત્રાલયને ૨.૫૫ લાખ કરોડ રૂપિયા જ્યારે ગ્રામીણ વિકાસ મંત્રાલયને ૧.૯૭ લાખ 
કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.


દેશની સુરક્ષાને પ્રાધાન્ય : ઇન્ટેલિજન્સ બ્યુરો, બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલીસફોર્સના બજેટમાં વધારો

આ બજેટમાં ઇન્ટેલિજન્સ (ગુપ્તચર), બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચર અને મૉડર્નાઇઝેશનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બમણું બજેટ ફાળવવામાં આવ્યું છે તો ૭ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસને કુલ ૧,૧૬,૭૮૯.૩૦ કરોડ રૂપિયા મળશે જે સૂચવે છે કે દેશની સુરક્ષામાં વધારો કરવો સરકારની પ્રાથમિકતા છે.


નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭માં પોલીસફોર્સ માટે કુલ ૧,૭૩,૮૦૨.૫૩ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે જે પાછલા વર્ષના ૧,૬૨,૨૮૩.૩૯ કરોડ રૂપિયાના સુધારેલા અંદાજ કરતાં ૭.૧ ટકા વધુ છે.

પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ગયા બજેટ કરતાં બમણા ૫૩૯૩.૩૭ કરોડ રૂપિયા મળ્યા છે.

બૉર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ૫૨૬૬.૫૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોની ફાળવણી ૬૭૮૨.૪૩ કરોડ રૂપિયા થઈ છે.

૭ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સિસને કુલ ૧,૧૬,૭૮૯.૩૦ કરોડ રૂપિયા મળશે જે મહિલા સુરક્ષા કાર્યક્રમો, ડાબેરી ઉગ્રવાદ સામે લડાઈ, ફૉરેન્સિક મૉડર્નાઇઝેશન અને ન્યુ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ આંતરિક સુરક્ષા માટે કામ કરશે. ભારતના ઇતિહાસમાં પોલીસ અને સિક્યૉરિટી ફોર્સ માટે આ સૌથી મોટી ફાળવણી છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને ૩૮,૫૧૭.૯૩ કરોડ રૂપિયા, પાકિસ્તાન અને બંગલાદેશની સરહદોનું રક્ષણ કરતી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સને ૨૯,૫૬૭.૬૪ કરોડ રૂપિયા અને ચીન સરહદ માટે ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસને ૧૧,૩૨૪.૦૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ને ૧૫,૯૭૩.૮૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ અને નૅશનલ સિક્યૉરિટી ગાર્ડનું બજેટ ૧૦૯૫.૯૧ કરોડથી વધારીને ૧૪૨૨.૪૭ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

૨૦૨૪-’૨૫ દરમ્યાન વાસ્તવિક ખર્ચમાં ૪૦૧૩.૧૯ કરોડની સરખામણીમાં ૨૦૨૬-’૨૭ માટે ઇન્ટેલિજન્સ બ્યુરો માટે ફાળવણી વધીને ૬૭૮૨.૪૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે ૬૯ ટકાનો વધારો સૂચવે છે.

૨૦૨૪-’૨૫માં મૂડીખર્ચ ૩૦૬.૦૭ કરોડ હતો, જેમાં આઠગણો વધારો કરીને આ વખતે ૨૫૪૯.૫૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં
આવી છે.

આતંકવાદવિરોધી ડેટાબેઝને લિન્ક કરવા માટે રચાયેલા નૅશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ (NATGRID)ને ૧૦૮.૯૮ કરોડ રૂપિયા ફાળવાયા છે. જોકે આ ગયા બજેટની સરખામણીએ ૨૪૮.૪૨ કરોડ રૂપિયાનો ઘટાડો છે.

ભારત-બંગલાદેશ અને ભારત-પાકિસ્તાન સરહદો પર તારની વાડ, બૉર્ડરના રસ્તાઓ, ઑબ્ઝર્વેશન ટાવર, ફ્લડ લાઇટિંગ અને
હાઈ-ટેક સર્વેલન્સ સિસ્ટમ્સના કામ માટે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માટે મૂડીખર્ચ પેટે ૪૪ ટકા વધારા સાથે ૫૨૬૬.૫૧ કરોડ રૂપિયા ફાળવાયા છે, જ્યારે મેઇન્ટેનન્સ અને બૉર્ડર ચેકપોસ્ટ માટે ૩૧૦ કરોડ રૂપિયાનું બજેટ છે.

BSF ઍર વિંગ માટે ૯૫.૦૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 07:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK