Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોથલ અને ધોળાવીરા સહિત હેરિટેજ સાઇટ્સ અને માઉન્ટન ટ્રૅક રૂટ્સના પુનરુત્થાનની જાહેરાત

લોથલ અને ધોળાવીરા સહિત હેરિટેજ સાઇટ્સ અને માઉન્ટન ટ્રૅક રૂટ્સના પુનરુત્થાનની જાહેરાત

Published : 02 February, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે લોથલ અને ધોળાવીરા સહિત હેરિટેજ સાઇટ્સ અને માઉન્ટન ટ્રૅક રૂટ્સના પુનરુત્થાનની જાહેરાત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે પર્યટનક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે લોથલ અને ધોળાવીરા સહિત 15 પુરાતત્ત્વીય સ્થળોના પુનરુત્થાનની જાહેરાત કરી હતી. ટકાઉ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને અન્ય સ્થળોએ પર્યાવરણીય રીતે ટકાઉ પર્વતીય રસ્તાઓ વિકસાવવામાં આવશે. અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ જેવાં ઈશાન ભારતનાં રાજ્યોમાં બૌદ્ધ સર્કિટ વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

૨૦૨૬-’૨૭ના કેન્દ્રીય બજેટના ભાગરૂપે હેરિટેજ અને સંસ્કૃતિ પર્યટનની થીમ પર બોલતાં નિર્મલા સીતારમણે ગુજરાતના લોથલ અને ધોળાવીરા સહિત રાખીગઢી, આદિચનલ્લુર, સારનાથ, હસ્તિનાપુર અને લેહ પૅલેસ સહિત ૧૫ પુરાતત્ત્વીય સ્થળોને જીવંત, અનુભવ-સ્થળોમાં વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે ખોદકામ કરાયેલાં લૅન્ડસ્કેપ્સ મુલાકાતીઓ માટે ક્યુરેટેડ વૉકવે દ્વારા ખુલ્લાં મૂકવામાં આવશે અને મુલાકાતીઓના અનુભવોમાં વધારો કરવામાં આવશે. સંરક્ષણ પ્રયોગશાળાઓ, અર્થઘટન કેન્દ્રો અને માર્ગદર્શિકાઓને ટેકો આપવા માટે ઇમર્સિવ સ્ટોરીટેલિંગ કુશળતા અને ટેક્નૉલૉજી રજૂ કરવામાં આવશે. આ પહેલને સમર્થન આપવા માટે સરકાર દેશભરમાં ૧૦,૦૦૦ પ્રવાસી માર્ગદર્શકોને તાલીમ આપશે. આ તાલીમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM) સાથે સહયોગમાં એક પાઇલટ કાર્યક્રમ દ્વારા હાથ ધરવામાં આવશે, જેનો હેતુ વ્યાવસાયિક કુશળતા અને મુલાકાતીઓના અનુભવમાં સુધારો કરવાનો છે.
આ પહેલથી ગુજરાતના વૈશ્વિક સ્તરે પ્રખ્યાત હડપ્પન યુગની ધોળાવીરા અને લોથલ વસાહતો સહિત આ ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થળોની આસપાસ પ્રવાસન, રોજગાર અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની સાથે વારસા-સંરક્ષણને મજબૂત બનાવવાની અપેક્ષા છે.



પસંદ કરાયેલાં કેટલાંક સ્થળો
1. લોથલ (ગુજરાત) : સિંધુ ખીણ સંસ્કૃતિના વિશ્વના સૌથી જૂના ડૉકયાર્ડ્‍સમાંનું એક.
2. ધોળાવીરા (ગુજરાત) : યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે એની આયોજિત શહેરી ડિઝાઇન માટે જાણીતી છે.
3. રાખીગઢી (હરિયાણા) : અત્યાર સુધી શોધાયેલી સૌથી મોટી હડપ્પા વસાહત.
4. હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ) : મહાભારતમાં ઉલ્લેખિત કુરુ રાજ્યની સુપ્રસિદ્ધ રાજધાની.
5. આદિચનલ્લુર (તામિલનાડુ) : એક પ્રાચીન દફનસ્થળ જે પ્રારંભિક લોહયુગ સંસ્કૃતિને દર્શાવે છે.
6. સારનાથ (ઉત્તર પ્રદેશ) : જ્યાં બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો.
7. લેહ પૅલેસ (લદ્દાખ) : સિંધુ ખીણની નજરે જોતો ૧૭મી સદીનો શાહી મહેલ.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK