આ ક્લિપ જોઈને લોકો ગુસ્સે થયા છે અને આ વર્તનને ડરામણું અને ઉત્પીડન કરનારું ગણાવી રહ્યા છે
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં હૃતિક રોશનનો પુત્ર રિધાન પાપારાઝીથી બચવાનો પ્રયાસ કરતો જોવા મળે છે અને ફોટોગ્રાફર્સ તેનો બહુ અયોગ્ય રીતે પીછો કરી રહ્યા છે. આ ક્લિપ જોઈને લોકો ગુસ્સે થયા છે અને આ વર્તનને ડરામણું અને ઉત્પીડન કરનારું ગણાવી રહ્યા છે.
આ વિડિયોમાં રિધાન એક બિલ્ડિંગમાંથી બહાર નીકળતો જોવા મળે છે ત્યારે અચાનક ફોટોગ્રાફર્સ તેને બોલાવે છે. ફોટોગ્રાફર્સને જોઈને તે ચોંકી જાય છે અને પછી ઝડપથી ભાગવાનો પ્રયાસ કરે છે. તેના વર્તનથી સ્પષ્ટ દેખાય છે કે તે કૅમેરાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે ફોટોગ્રાફર્સ તેનો પીછો કરવા લાગે છે ત્યારે રિધાન તેમનાથી બચવા પોતાની કાર તરફ દોડતો જોવા મળે છે. ફોટોગ્રાફર્સ પણ તેની પાછળ જોવા મળે છે અને તેમાંથી એક કહે છે, ‘પકડ ઇસકો...’
ADVERTISEMENT
રિધાન પછી પોતાની કારમાં બેસી જાય છે અને આ ઘટનાથી ખૂબ પરેશાન અને અસહજ દેખાય છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને એના કારણે સેલિબ્રિટી કવરેજની સીમાઓ અને તેમના પરિવારોની પ્રાઇવસીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.


