તેના વૉર 2ના ટ્રેઇનિંગ-વિડિયોમાં ફિઝિકલ ડિસિપ્લિન જોવા મળી
હૃતિક રોશન
હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘વૉર 2’ રિલીઝ માટે તૈયાર છે ત્યારે હૃતિકનો ફિલ્મની ટ્રેઇનિંગ દરમ્યાનનો એક ટૂંકો વિડિયો વાઇરલ બની રહ્યો છે જેમાં તે સ્વિમિંગ-ટ્રેઇનિંગ દરમ્યાન શર્ટલેસ જોવા મળે છે. આ વિડિયોમાં ૫૧ વર્ષે પણ હૃતિક સુપરહૉટ અને સુપરફિટ દેખાય છે. હૃતિકનો આ વિડિયો તેની ફિટનેસ ટીમે શૅર કર્યો છે. હૃતિકે આ વિડિયોને રીપોસ્ટ કરીને કૅપ્શનમાં લખ્યું, ‘તમે લોકો શ્રેષ્ઠ છો. મને આ સફરમાં સાથ આપવા બદલ આભાર.’


