Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક રોશન કમર્શિયલ ઑફિસ-સ્પેસ લીઝ પર આપીને પાંચ વર્ષમાં મેળવશે ૪.૮૪ કરોડ ભાડું

હૃતિક રોશન કમર્શિયલ ઑફિસ-સ્પેસ લીઝ પર આપીને પાંચ વર્ષમાં મેળવશે ૪.૮૪ કરોડ ભાડું

Published : 04 September, 2026 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૃતિક રોશને ગોરેગાંવ-ઈસ્ટમાં આવેલી ૨૭૨૭ સ્ક્વેર ફુટની કમર્શિયલ ઑફિસ-સ્પેસ પાંચ વર્ષ માટે લીઝ પર આપી છે, જેમાં તેને કુલ અંદાજે ૪.૮૪ કરોડ રૂપિયા ભાડું મળશે.

હૃતિક રોશન

હૃતિક રોશન


હૃતિક રોશને ગોરેગાંવ-ઈસ્ટમાં આવેલી પોતાની કમર્શિયલ ઑફિસ-સ્પેસ લીઝ પર આપીને કરોડોની ડીલ કરી છે. પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મુજબ હૃતિકે લોટસ કૉર્પોરેટ પાર્કમાં ઈ-વિંગના ૧૪મા માળે આવેલી તેની માલિકીની ૨૭૨૭ સ્ક્વેર ફુટની ઑફિસ-સ્પેસ લીઝ પર આપી છે. આ લીઝના પાંચ વર્ષના કરાર હેઠળ હૃતિકને કુલ અંદાજે ૪.૮૪ કરોડ રૂપિયા ભાડું મળશે.
આ કરાર મુજબ દર વર્ષે ભાડામાં પાંચ ટકાનો વધારો થશે. પ્રથમ વર્ષે માસિક ભાડું ૭.૩૦ લાખ રૂપિયા રહેશે, જ્યારે બીજા વર્ષે એ વધીને ૭.૬૭ લાખ, ત્રીજા વર્ષે ૮.૦૫ લાખ, ચોથા વર્ષે ૮.૪૫ લાખ અને પાંચમા વર્ષે ૮.૮૭ લાખ રૂપિયા થશે. આ રીતે પાંચ વર્ષમાં કુલ ભાડાની રકમ લગભગ ૪.૮૪ કરોડ રૂપિયા થશે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK