Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `ઉર્ફી જાવેદ પાસેથી દેશની બધી છોકરીઓએ શીખવું જોઈએ`, આવું કહ્યું આ જાણીતી હસ્તીએ

`ઉર્ફી જાવેદ પાસેથી દેશની બધી છોકરીઓએ શીખવું જોઈએ`, આવું કહ્યું આ જાણીતી હસ્તીએ

10 January, 2023 05:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તેમણે કહ્યું કે ઉર્ફી જાવેદને હું ખુબ જ પ્રેમ કરું છું. તે ખુબ જ નિડર અને બહાદુર છે અને પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે. મને લાગે છે કે આપણા દેશની બધી છોકરીઓએ તેનામાંથી શીખવું જોઈએ

હની સિંહ અને ઉર્ફી જાવેદ

હની સિંહ અને ઉર્ફી જાવેદ


ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમેશાં પોતાની ડેસિંગ સ્ટઈલને લઈ ચર્ચામાં રહેતી હોય છે. એ જ કારણસર તેણીને વિવાજ અને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડતો હયો છે. પરંતુ એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઉર્ફી આ તમામ બાબતોને નિડરતાથી હેન્ડલ કરે છે. કેટલીય વાર સેલેબ્સ આ મામલે ઉર્ફીની પ્રશંસા કરી ચુક્યા છે. ત્યારે હાલમાં રૈપર હની સિંહ(Honey Singh Praised Urfi Javed)એ ઉર્ફી જાવેદના વખાણ કર્યા છે અને કહ્યું કે દેશની યુવતીઓ એનામાંથી કંઈક શીખવું જોઈએ. 

યૂલિયા વંતૂર સાથે પોતાનું ગીત `યાઈ રે`ના પ્રમોશનમાં ઉર્ફી જાવદ વિશે હની સિંહે વાત કરી હચી. આ દરમિયાન તેમણે કહ્યું, "હું એ છોકરીને ખુબ જ પ્રેમ કરું છું. તે ખુબ જ નિડર અને બહાદુર છે અને પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે. મને લાગે છે કે આપણા દેશની બધી છોકરીઓએ તેનામાંથી શીખવું જોઈએ. તમે જે પણ વસ્તુ કરવાનું મન બનાવી લો છો તે તમારે કોઈ પણ સંકોચ વગર કરવું જોઈએ, કોઈ પણ ડર વિના, પછી ભલે તમે ગમે ત્યાંથી આવતા હોય અને ગમે તે જાતી કે ધર્મના હોય." આ જ કડીમાં તેમણે આગળ કહ્યું કે એ બધું ના કરો જે તમારા પરિવારમાં ન આવતું હોય પરંતુ એ જરુર કરો જે તમારુ મન કહેતું હોય, કોઈ પણ ડર વિના.



આ પણ વાંચો:Kalki Koechline:નવ વર્ષની ઉંમરે એવું તો શું થયું હતું જેનો વર્ષો બાદ કર્યો ખુલાસો, જાણો


આ ઉપરાંત હની સિંહે પોતાના ચાહકોને એ પણ કહ્યું કે તે પોતાના માતા-પિતાની વાત સાંભળે, કારણ કે તેણે આવું નહોતુ કર્યુ અને તેથી જ તે બર્બાદ થઈ ગયા. જો રૈપરના વર્કફ્રન્ટની વાત કરીએ તો હની સિંહ વર્ષ 2012માં `દેશી કલાકાર` ગીતી ચર્ચામાં આવ્યા હતાં. જોકે થોડા સમય સુધી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ હતાં. અને હવે ફરી તે પોતાનું ગીત લઈને આવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK