Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક આખું વર્ષ વીતી ગયું, પણ મારું દુઃખ જરાય ઓછું થયું નથી

એક આખું વર્ષ વીતી ગયું, પણ મારું દુઃખ જરાય ઓછું થયું નથી

Published : 25 November, 2026 12:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધર્મેન્દ્રની પ્રથમ પુણ્યતિથિ પર હેમા માલિનીએ ભાવુક પોસ્ટ શેર કરીને તેમને યાદ કર્યા હતા. તેમણે ધર્મેન્દ્રને પોતાના પતિ, મિત્ર, માર્ગદર્શક અને જીવનની સૌથી મોટી તાકાત ગણાવ્યા હતા: ધર્મેન્દ્રની પહેલી પુણ્યતિથિએ હેમા માલિનીએ વ્યક્ત કરી દિલની વ્યથા

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ધર્મેન્દ્ર અને હેમા માલિની


ગઈ કાલે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની પહેલી પુણ્યતિથિ હતી. તેમણે દુનિયાને અલવિદા કહ્યે એક વર્ષ વીતી ગયું છે, પણ તેમની યાદો આજે પણ પરિવારજનો અને ચાહકોનાં દિલમાં તાજી છે. ધર્મેન્દ્રની પ્રથમ પુણ્યતિથિ પર તેમનાં પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ સોશ્યલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના જીવનસાથીને યાદ કરતાં જણાવ્યું છે કે તેમના ગયા બાદ જીવન ખાલી થઈ ગયું છે. 

હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘એક આખું વર્ષ વીતી ગયું, પણ મારું દુઃખ જરાય ઓછું થયું નથી. હું એક એવા માણસને ગુમાવવાનું દુઃખ અનુભવી રહી છું જેની ખોટ ક્યારેય પુરાઇ નહીં શકે. તેઓ માત્ર મારા પતિ જ નહોતા, પણ મારું સર્વસ્વ હતા. મારા મિત્ર, માર્ગદર્શક અને સલાહકાર હતા. તેઓ મારી તાકાત હતા અને ટૂંકમાં કહું તો મારું સમગ્ર અસ્તિત્વ હતા. તેમના વિના જીવન સાવ ખાલી લાગે છે. તેમનું ભવ્ય વ્યક્તિત્વ, તેમનો સહજ સદ્ગુણી સ્વભાવ અને તેમને ઓળખતી દરેક વ્યક્તિ પ્રત્યેનો તેમનો પ્રેમ... તેઓ એક અનોખા માનવી હતા. સફળતાનાં શિખરે પહોંચ્યા હોવા છતાં તેઓ હંમેશાં જમીન સાથે જોડાયેલા રહ્યા અને પોતાનાં મૂળિયાંને ભૂલ્યા નહીં.



ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે આત્મા અમર છે અને તેનો પુનર્જન્મ થાય છે. હું આ વાત જાણું છું, પણ હું હજી આ જ જીવનમાં છું અને તેમની પ્રેમાળ હાજરીને યાદ કર્યા વિના રહી શકતી નથી. આ ઉદાર અને પ્રેમાળ વ્યક્તિને યાદ કરનારા લાખો ચાહકોનો હું આભાર માનું છું. ધરમજીના તેમના જીવનમાં સ્થાન વિશે આટલા હૂંફાળા સંદેશાઓ મોકલવા બદલ આપ સૌનો આભાર.  ફરી એક વાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK