તેને ઓળખ મળી સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’થી. શર્મિને આ વેબ-સિરીઝમાં આલમઝેબનું પાત્ર ભજવ્યું હતું.
શર્મિન સહગલ
નેટફ્લિક્સની સિરીઝ ‘હીરામંડી’માં ચમકેલી સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સહગલે પ્રથમ સંતાનને જન્મ આપ્યો છે. શર્મિને ૨૦૨૩ના નવેમ્બર મહિનામાં ખ્યાતનામ કંપની ટૉરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમન મહેતા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તે પતિ સાથે અમદાવાદ શિફ્ટ થઈ ગઈ હતી પણ છેલ્લા કેટલાક દિવસોથી તે મુંબઈમાં જ હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે શર્મિને ૨૮ મેના દિવસે એક દીકરાને જન્મ આપ્યો છે. શર્મિન અને અમન પ્રથમ વખત માતા-પિતા બન્યાં છે. શર્મિને ૨૦૧૯માં મિઝાન જાફરી સાથે ફિલ્મ ‘મલાલ’થી બૉલીવુડ કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્માણ તેના મામા સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. આ સિવાય શર્મિન હૉરર-કૉમેડી ‘અતિથિ ભૂતો ભવ’માં જૅકી શ્રોફ અને પ્રતીક ગાંધી સાથે પણ જોવા મળી ચૂકી છે પણ તેને ઓળખ મળી સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’થી. શર્મિને આ વેબ-સિરીઝમાં આલમઝેબનું પાત્ર ભજવ્યું હતું.


