Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનમાં કોઈ બનાવટ નથી

સલમાન ખાનમાં કોઈ બનાવટ નથી

29 April, 2024 06:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈજાનનાં વખાણ કરતાં મનીષા કોઇરાલાએ કહ્યું...

સલમાન ખાન , મનીષા કોઇરાલા

સલમાન ખાન , મનીષા કોઇરાલા


મનીષા કોઇરાલાનું કહેવું છે કે સલમાન ખાનમાં કોઈ બનાવટ નથી. બૉલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરનારી સૌથી પહેલી હિરોઇનોમાંની તે એક છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે શાહરુખ ખાનથી મોટો કોઈ સ્ટાર નથી અને કોઈ હશે પણ નહીં. જોકે તેની મમ્મી સલમાન ખાનની સૌથી મોટી ફૅન છે. મનીષા હાલમાં ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’માં જોવા મળવાની છે. સલમાન વિશે વાત કરતાં મનીષા કહે છે, ‘સલમાન ખાન બહોત હી અચ્છે ઇન્સાન હૈ. ઝિંદા દિલ હૈ. મને એટલું ખબર છે કે તેઓ ખૂબ જ ચૅરિટી કરે છે. તેઓ આ વિશે વધારે જણાવતા નથી, પરંતુ તેણે ઘણા કૅન્સર-પેશન્ટની મદદ કરી છે. તેઓ પણ ખૂબ જ મોટા સ્ટાર છે. તેમની એક અલગ સ્ટાઇલ છે, જે લોકોને ખૂબ જ પસંદ છે. મારી મમ્મી તેમને ખૂબ જ પસંદ કરે છે. તેમનામાં કોઈ બનાવટ નથી, જે છે એ સામે દેખાઈ આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK