Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Gufi Paintal Dies:મહાભારતના `શકુની મામા`નું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Gufi Paintal Dies:મહાભારતના `શકુની મામા`નું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

05 June, 2023 03:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિગ્ગજ અભિનેત્રી સુલોચના લાટકરના નિધનના સમાચાર ગયા દિવસે જ આવ્યા હતા. બીજી તરફ, મહાભારત (Mahabharata)માં `શકુની મામા` (Shakuni Mama)નું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલા પીઢ અભિનેતા ગૂફી પેન્ટલ (Gufi Paintal)ના મૃત્યુના સમાચારે ફરી બધાને આઘાત આપ્યો છે.

ગૂફી પેન્ટલ

ગૂફી પેન્ટલ


અભિનય ક્ષેત્રે માટે છેલ્લા કેટલાક દિવસો કઠિન ચાલી રહ્યાં છે. એક પછી એક ઘણા સેલેબ્સના નિધને બધાને ચોંકાવી દીધા છે. દિગ્ગજ અભિનેત્રી સુલોચના લાટકર (Sulochana Latkar)ના નિધનના સમાચાર ગયા દિવસે જ આવ્યા હતા. ત્યાં બીજી તરફ, મહાભારત (Maharabharata)માં `શકુની મામા`નું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલા પીઢ અભિનેતા ગુફી પેન્ટલ (Gufi Paintal)ના મૃત્યુના સમાચારે ફરી બધાને આઘાતમાં મુકી દીધાં છે. ગૂફી પેન્ટલનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. ગૂફી પેન્ટલના ભત્રીજા હિતેન પેન્ટલે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગૂફી પેન્ટલ ઘણી વય-સંબંધિત બીમારીઓથી પીડિત હતા, તેમનું આજે સવારે 9 વાગ્યાની આસપાસ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

ગૂફી પેન્ટલ છેલ્લા 10 દિવસથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા



ગૂફી પેન્ટલ છેલ્લા 10 દિવસથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા અને હોસ્પિટલના આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે બે દિવસથી તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો હતો અને આવી સ્થિતિમાં તેમના પરિવારજનોને આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે જશે. પણ આજે તે જીવનની લડાઈ હારી ગયા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લગભગ 4 વાગ્યે ઓશિવારા સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.


આ પણ વાંચો: ફિલ્મ `સત્યપ્રેમ કી કથા`નું ટ્રેલર રિલીઝ, કાર્તિકનું ગુજરાતીપણું જોવા જેવું

ટીના ઘાઈએ ગુફી પેન્ટલની નાદુરસ્ત તબિયત વિશે માહિતી આપી હતી


નોંધનીય છે કે અભિનેત્રી ટીના ઘાઈએ સૌથી પહેલા ગૂફી પેન્ટલના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી. ટીના ઘાઈએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, "ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે, તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો..." ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમના માટે પ્રાર્થનાઓ થવા લાગી.

ગૂફીએ ટીવી અને ફિલ્મોમાં ઘણું કામ કર્યું

ગુફી પેન્ટલે પોતાના કરિયરમાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે 1975માં આવેલી ફિલ્મ `રફુ ચક્કર`થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેણે બીઆર ચોપરાની સીરિયલ `મહાભારત`માં `શકુની મામા`ની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

આ પણ વાંચો: વૈભવી ઉપાધ્યાય બાદ વધુ એક અભિનેતાનો અકસ્માત, કોલ્લમ સુધિનું 37 વર્ષે નિધન

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અભિનય ક્ષેત્રના કલાકારોએ દુનિયાને અલવિદા કહી બધાને આઘાતમાં મુકી દીધા છે. એક બાજુ ટેલિવિઝન અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનો મૃતદેહ મળી આવ્યો તો બીજી બાજુ વૈભવી ઉપાધ્યાયે હિમાચલ પ્રદેશમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. આ ઘટનાના પડઘા હજી શાંત નથી થયા ત્યાં ગત રોજ એટલે કે 4 જૂનના રોજ પીઢ અભિનેત્રી સુલોચના લાટકરે પણ દેહ છોડી દીધો. એવામાં આજે મલાયલમ એભિનેતા કોલ્લમ સુધિએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યાના સમાચાર વચ્ચે ગૂફી પેન્ટલના નિધનની ખબર સાંભળી ચાહકોને શૉક લાગ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2023 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK