ગોવિંદાએ તેનો લેટેસ્ટ ફોટો શૅર કર્યો છે, જેમાં તે સંપૂર્ણપણે અલગ લુકમાં જોવા મળી રહ્યો છે
નવા લુકમાં ગોવિંદા
ગોવિંદા લાંબા સમયથી પડદા પરથી ગાયબ છે. જોકે હાલમાં જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને તે ચારેબાજુ છવાઈ ગયો છે. ગોવિંદાએ તેનો લેટેસ્ટ ફોટો શૅર કર્યો છે, જેમાં તે સંપૂર્ણપણે અલગ લુકમાં જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક ફૅન્સ કહી રહ્યા છે કે આ તસવીરમાં ગોવિંદા નથી પણ તેનો ડુપ્લિકેટ છે. ગોવિંદા છેલ્લે ૨૦૧૯માં ફિલ્મ ‘રંગીલા રાજા’માં જોવા મળ્યો હતો અને પછી ફિલ્મી પડદે જોવા નથી મળ્યો. ગોવિંદાની પત્ની સુનીતાએ ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે ગોવિંદા કમબૅક કરે અને કામ કરે, પરંતુ તેમની આસપાસના ચાર લોકો તેમને આગળ વધવા દેતા નથી. આ દરમ્યાન ગોવિંદાનો મૂછોવાળો લુક સામે આવ્યો છે જેને ફૅન્સ પસંદ કરી રહ્યા છે. જોકે એક ફૅને શંકા વ્યક્ત કરતાં કહ્યું કે સરજી, તમારા એટલા ડુપ્લિકેટ જોઈ લીધા કે હવે તો તમે જાતે ડુપ્લિકેટ લાગો છો.

