Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની વસિયતની ફૉરેન્સિક તપાસ કરવાનો આદેશ

કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની વસિયતની ફૉરેન્સિક તપાસ કરવાનો આદેશ

Published : 05 March, 2026 12:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની વસિયતની ફૉરેન્સિક તપાસ કરવાનો આદેશ આપ્યો કોર્ટે

કરિશ્મા કપૂર, સંજય કપૂર

કરિશ્મા કપૂર, સંજય કપૂર


કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ વિશે ચાલી રહેલા વારસાગત વિવાદમાં દિલ્હી હાઈ કોર્ટે તેની વસિયતની ફૉરેન્સિક અને હૅન્ડરાઇટિંગ તપાસને મંજૂરી આપી છે. આ આદેશ અભિનેત્રી કરિશ્મા કપૂરનાં બાળકો સમાયરા કપૂર અને કિઆન રાજ કપૂર તેમ જ સંજય કપૂરની માતા રાની કપૂરની અપીલ બાદ આવ્યો છે. આ લોકોએ સંજય કપૂરની વસિયતની અસલિયત પર સવાલ ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે સંજય કપૂરની ત્રીજી પત્ની પ્રિયા કપૂરે નકલી દસ્તાવેજ તૈયાર કર્યા છે.

કરિશ્મા કપૂરનાં બાળકો તરફથી વકીલ શાંતનુ અગ્રવાલે દલીલ કરી કે જો વસિયત અસલી હશે તો ફૉરેન્સિક તપાસનો વિરોધ ન થવો જોઈએ. આ પહેલાં પ્રિયા કપૂરે ફૉરેન્સિક અને હૅન્ડરાઇટિંગ તપાસની માગ કરતી અરજીનો કડક વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તેમની દલીલો ફગાવી દીધી.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK