Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં શિસ્તભંગ બદલ મૅચ-ફીના પચીસ ટકાનો અભિષેક શર્માને દંડ

IPLમાં શિસ્તભંગ બદલ મૅચ-ફીના પચીસ ટકાનો અભિષેક શર્માને દંડ

Published : 04 April, 2026 05:31 PM | Modified : 04 April, 2026 05:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મૅચ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના વાઇસ-કૅપ્ટન અભિષેક શર્માને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે મેદાન પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને IPLની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું.

અભિષેક શર્મા

અભિષેક શર્મા


કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મૅચ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના વાઇસ-કૅપ્ટન અભિષેક શર્માને મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે મેદાન પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને IPLની કલમ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું. અભિષેક શર્માએ એ મૅચમાં ૪ ફોર અને ૪ સિક્સરની મદદથી ૨૧ બૉલમાં ૪૮ રનની ઇનિંગ્સ રમી હતી. કૅચઆઉટ થયા બાદ નિરાશા વ્યક્ત કરતા સમયે તેણે શિસ્તભંગ કરતું વર્તન કર્યું હતું. તેને મૅચ-ફીના પચીસ ટકાનો દંડ ફટકારીને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે.

100
આટલી સિક્સર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ફટકારનાર પહેલો ભારતીય બન્યો અભિષેક શર્મા. ડેવિડ વૉર્નરે ટોટલ ૧૪૩ સિક્સર ફટકારી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK