તેણે ઘણી વેબ કન્ટેન્ટમાં પણ કામ કર્યું છે
અંગદ બેદી
અંગદ બેદીનું કહેવું છે કે ફિલ્મો બિગ સ્ક્રીન એક્સ્પીરિયન્સ માટે જ હોય છે. તે ત્રણ વર્ષ બાદ ‘ઘૂમર’ દ્વારા ફરી બિગ સ્ક્રીન પર આવી રહ્યો છે. તેણે ઘણી વેબ કન્ટેન્ટમાં પણ કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’ હતી. આ ફિલ્મને પહેલાં થિયેટર્સમાં રિલીઝ કરવાની હતી, પરંતુ એને છેલ્લે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં અગંદે કહ્યું કે ‘એક ફિલ્મ ઍક્ટર તરીકે અમને દર્શકો સાથે કનેક્ટ થવું ગમે છે. થિયેટર એક એવી જગ્યા છે જ્યાં દર્શકોનું તરત જજમેન્ટ મળી જાય છે. હું ઓટીટીનો ખૂબ જ મોટો ફૅન છું, પરંતુ મને લાગે છે કે ફિલ્મો ફક્ત મોટી સ્ક્રીન માટે હોય છે.’


