Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ બેઘર ભાઈ રોજ લીંબુ વેચીને જે કમાય છે એમાંથી રખડતી બિલાડીઓને ખાવાનું ખવડાવે છે

આ બેઘર ભાઈ રોજ લીંબુ વેચીને જે કમાય છે એમાંથી રખડતી બિલાડીઓને ખાવાનું ખવડાવે છે

Published : 11 March, 2026 11:26 AM | IST | Thailand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક લોકોએ તો તેને નવાં કપડાં આપીને અને વાળ કપાવીને સ્વચ્છ થવામાં પણ મદદ કરી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


થાઇલૅન્ડમાં રહેતા લુન્ગ ડમ નામના ભાઈ પાસે રહેવા માટે ઘર નથી કે પોતાની જાતને સ્વચ્છ રાખી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. તે પોતાનું પેટ તો ક્યાંકથી માગી-કરીને પૂરું કરી લેતો હતો, પરંતુ માણસ તરીકેની એક સંવેદનશીલતાએ તેને કામ કરતો કરી દીધો. પોતાની જેમ રસ્તા પર રખડતા બિલાડા અને કૂતરાને ભૂખે ટળવળતા જોઈને બેઘર ભાઈએ એમના માટે કંઈક કમાણી કરવાનું વિચાર્યું. તેણે મોટા માર્કેટમાંથી લીંબુ લાવીને એને છૂટક વેચવાનું શરૂ કર્યું. આખો દિવસ એ વેચ્યા પછી જે પૈસા મળે એમાંથી તે રખડુ બિલાડીઓ માટે ખાવાનું ખરીદે છે. ઘણી વાર તેની પાસે પોતાનું ખાવાનું ખરીદવાના પૈસા પણ બચતા નથી. એમ છતાં તે રોડ પર રખડતી બિલાડીઓને પોતાનો પરિવાર માનીને એમનું પહેલાં પેટ ભરે છે. દિવસે તે લીંબુ વેચે છે અને રાતે બિલાડીઓને ખવડાવે છે. હવે તેણે લીંબુ વેચતી વખતે પણ એ ખાસ નોંધ લખી રાખી છે કે આમાંથી મળેલા નફાનો ઉપયોગ શહેરની રખડુ બિલાડીઓને ખવડાવવામાં ઉપયોગ થાય છે. આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકો તેને લીંબુ લાવી આપવામાં તેમ જ બિલાડીઓનું ભોજન લાવી આપવા માટે આગળ આવ્યા છે. કેટલાક લોકોએ તો તેને નવાં કપડાં આપીને અને વાળ કપાવીને સ્વચ્છ થવામાં પણ મદદ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2026 11:26 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK