° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


Happy Birthday: કૉમેડી કરીને હસાવનારા Satish Kaushikના અંગત જીવન વિશે જાણો

13 April, 2021 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેણે હરિયાણા અને દિલ્હીથી અભ્યાસ શરૂ કર્યો. સતીશ કૌશિકે અભિનયનો અભ્યાસ એફટીઆઈઆઈથી કર્યો હતો.

સતીશ કૌશિક

સતીશ કૌશિક

પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક અને કૉમેડિયન અભિનેતા સતીશ કૌશિક બૉલીવુડના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. તે ફિલ્મોમાં સહ-કલાકારની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે, પરંતુ સતીશ કૌશિક પોતાના અલગ અને વિશેષ અભિનય માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ પોતાનો જન્મદિવસ 13 એપ્રિલના રોજ ઉજવે છે. સતીશ કૌશિકના જન્મદિવસ પર અમે તમને તેમની સાથે જોડાયેલી ખાસ બાબતોથી પરિચય કરાવીએ છીએ. 

સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેણે હરિયાણા અને દિલ્હીથી અભ્યાસ શરૂ કર્યો. સતીશ કૌશિકે અભિનયનો અભ્યાસ એફટીઆઈઆઈથી કર્યો હતો. સતીશ કૌશિકે પોતાના કરિયરની શરૂઆત સહ-કલાકાર અને દિગ્દર્શક તરીકે કરી હતી. તેમ જ વર્ષ 1983માં આવેલી શેખર કપૂરની ફિલ્મ `મૉનસૂન`માં સહ નિર્દેશક હતા. આ ફિલ્મમાં સતીશ કૌશિકે પણ અભિનય કર્યું હતું. 

ત્યાર બાદ સતીશ કૌશિકે હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ `જાને ભી દો યારોં` માટે અભિનય કર્યો, સહ-નિર્દેશિત અને ફિલ્મના ડાયલૉગ પણ તેમણે લખ્યા હતા. નિર્દેશક તરીકે સતીશ કૌશિકની ડેબ્યૂ ફિલ્મ `રૂપ કી રાની ચોરોં રા રાજા`. આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવી મુખ્ય ભૂમિકામાં હતા. ત્યાર બાદ સતીશ કૌશિકે `હમ આપકે દિલ મેં રહેતે હૈ`, `તેરે નામ`, `શાદી સે પહેલે` અને `કાગઝ` સહિત ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.

પ્રખ્યાત નિર્દેશક સિવાય સતીશ કૌશિક એક ઉત્તમ કૉમેડિયન કલાકાર પણ છે. તેમણે અભિનેતા ગોવિંદા સાથે ઘણી ફિલ્મોમાં કૉમેડી ભૂમિકા ભજવીને ઘણા ચર્ચામાં રહ્યા હતા. અભિનેતા તરીકે સતીશ કૌશિકને તેની ખરી ઓળખ અનિલ કપૂરની ફિલ્મ `મિસ્ટર ઈન્ડિયા`થી મળી હતી. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ કેલેન્ડર હતું, જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ આવ્યું હતું. તેમ જ સતીશ કૌશિકે `રામ લખન`, `સ્વર્ગ`, `જમાઈ રાજા`, `સાજન ચલે સસુરાલ`, `મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી`, `ઉડતા પંજાબ` અને `છલાંગ` સહિત ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે.  

પોતાની કૉમેડીથી દર્શકોને હસાવનાર સતીશ કૌશિક તેના અંગત જીવનમાં એક મોટા અકસ્માતમાંથી પસાર થઈ રહ્યા છે. હકીકતમાં 90ના દાયકામાં પોતાના દીકરાને એક અકસ્માતમાં ગુમાવી દીધો હતો. સતીશ કૌશિકના પુત્રનું નામ સાનૂ ઉર્ફે શક્તિ હતું. દીકરાના નિધન બાદ સતીશ કૌશિક ઘણા તૂટી ગયા હતા. તેમ જ પોતાના જીવનમાં ખૂબ એકલતાની લાગણી થવા લાગી. સતીશ કૌશિકના દીકરાનું જે સમયે નિધન થયું હતું ત્યારે તેઓ તે સમયે પોતાના કરિયરના ટૉચ પર હતા. આ અકસ્માતમાંથી બહાર નીકળવા માટે સતીશ કૌશિક પોતાને કામમાં વ્યસ્ત રાખવા લાગ્યા હતા. હવે સતીશ કૌશિક 8 વર્ષની દીકરીના પિતા છે. દીકરાના નિધન બાદ તેઓ હવે પોતાના સામાન્ય જીવનમાં જોડાઈ ગયા છે.

13 April, 2021 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના દર્દીઓનો મસીહા બન્યો ટેલીવિઝનનો `રામ`, શરૂ કરી કોવિડ-19 હૉસ્પિટલ

ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

11 May, 2021 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મમેકર હંસલ મેહતાનો પરિવાર થયો હતો કોરોના સંક્રમિત, કહ્યું આ...

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

11 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK