ફરહાન અખ્તરની આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ડિરેક્ટ કરી છે
ફરહાન અખ્તર
ફરહાન અખ્તરની ‘તૂફાન’ ૧૬ જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસેન દલાલ, દર્શન કુમાર અને વિજય રાઝે કામ કર્યું છે. આ ફિલ્મને મેમાં ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવવાની હતી. જોકે કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા હતા અને લોકોને ઑક્સિજન ન મળતાં મૃત્યુનો દર વધી ગયો હતો. આથી આ ફિલ્મની ઑનલાઇન રિલીઝ પણ અટકાવવામાં આવી હતી. જોકે હવે એની ફરી જાહેરાત થઈ ગઈ છે. આ વિશે ફરહાને ટ્વીટ કર્યું હતું કે ‘આપણા દેશના સુંદર લોકોના ફાઇટિંગ સ્પિરિટને ધ્યાનમાં રાખીને અમે માનવતા, પ્રેમ અને ડેડિકેશન સાથે અમારી ફિલ્મ તૂફાનને ૧૬ જુલાઈએ રિલીઝ કરી રહ્યા છીએ. ૧૬ જુલાઈએ પ્રાઇમ પર આ ફિલ્મ આવશે.’