આ કપરા કાળમાં ફિલ્મમેકર ફરહાન અખ્તર ઉત્તરાખંડના પૂરપીડિતોની મદદ માટે આગળ આવ્યો છે અને તેણે પૂરપીડિતોની મદદ માટે ફોન ડોનેટ કર્યા છે
ફરહાન અખ્તર
ઉત્તરાખંડમાં હાલમાં વરસાદ વિનાશક રૂપ લઈને વરસી રહ્યો છે. અહીં હર્ષિલ અને ધરાલી જિલ્લામાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. આ કપરા કાળમાં ફિલ્મમેકર ફરહાન અખ્તર ઉત્તરાખંડના પૂરપીડિતોની મદદ માટે આગળ આવ્યો છે અને તેણે પૂરપીડિતોની મદદ માટે ફોન ડોનેટ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે ફરહાન અખ્તરે ઉત્તરાખંડના હર્ષિલ અને ધરાલી જિલ્લાના પૂરપીડિતોની મદદ માટે ૫૦ ફોન દાનમાં આપ્યા છે જેથી એની મદદથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં કમ્યુનિકેશન ફરીથી સ્થાપિત કરવામાં મદદ મળે.
ફરહાને ગુરુગ્રામસ્થિત નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન ભારત ડિઝૅસ્ટર રિલીફ ફાઉન્ડેશન (BDRF) દ્વારા ઉત્તરાખંડના પૂરપીડિતોને ૭ હજાર રૂપિયાની કિંમતના ૫૦ ફોન મોકલ્યા. આ મદદ એવા લોકો માટે છે જેમણે આ આપદામાં પોતાનાં સામાન અને ઉપકરણો ગુમાવ્યાં છે અને હવે તેમની પાસે પોતાના સ્વજનો સાથે સંપર્ક કરવાનાં સાધનો નથી.


