રાશિએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ અને ‘યોદ્ધા’ જેવી બે સંપૂર્ણપણે અલગ ફિલ્મો અને પાત્રો દ્વારા પોતાની અભિનય-ક્ષમતા સાબિત કરી છે
ફરહાન અખ્તર, રાશિ ખન્ના
ફિલ્મમેકર ફરહાન અખ્તરની નેક્સ્ટ વૉર ફિલ્મ ‘120 બહાદુર’ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર લીડ રોલમાં જોવા મળે છે, પણ અન્ય કલાકારો વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં ફરહાન અખ્તરની હિરોઇન તરીકે રાશિ ખન્નાને સાઇન કરવામાં આવી છે.
રાશિએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ અને ‘યોદ્ધા’ જેવી બે સંપૂર્ણપણે અલગ ફિલ્મો અને પાત્રો દ્વારા પોતાની અભિનય-ક્ષમતા સાબિત કરી છે અને એટલે જ તેને ‘120 બહાદુર’ માટે સાઇન કરવામાં આવી છે. જોકે રાશિના પાત્રની વિગતો હજી જાહેર કરવામાં આવી નથી.
ADVERTISEMENT
‘120 બહાદુર’ ભારત-ચીન યુદ્ધ દરમ્યાન રેઝાંગ લાના ઘર્ષણના ઘટનાક્રમની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં ફરહાન પરમવીર ચક્રથી સન્માનિત મેજર શૈતાન સિંહની ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ લદ્દાખમાં કરવામાં આવ્યું છે.


