આયુષ કલ્યાણમાં રહે છે અને ડ્રગ-સપ્લાય માટે સ્થાનિક વર્તુળોમાં કુખ્યાત હોવાનું મનાય છે.
ફાઇલ તસવીર
વનરાઈ પોલીસે ગયા અઠવાડિયે ગોરેગામ-ઈસ્ટના નેસ્કો સેન્ટરમાં ઓવરડોઝથી થયેલા મૃત્યુના કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે જેનાથી કસ્ટડીમાં રહેલા આરોપીઓની કુલ સંખ્યા ૯ થઈ છે. પોલીસનું માનવું છે કે શહેરની તમામ પ્રીમિયમ ઇવેન્ટ્સમાં કાર્યરત એક સુવ્યવસ્થિત નાર્કોટિક્સ નેટવર્ક છે. આયુષ સાહિત્ય નામનો મુખ્ય આરોપી દિવસો સુધી ધરપકડથી બચ્યા બાદ રાયગડ જિલ્લાના પોલાદપુરથી ગઈ કાલે વહેલી સવારે ઝડપાયો હતો. આયુષ કલ્યાણમાં રહે છે અને ડ્રગ-સપ્લાય માટે સ્થાનિક વર્તુળોમાં કુખ્યાત હોવાનું મનાય છે. પોલીસ-સૂત્રોએ કહ્યું હતું કે તેણે અનેક આરોપીઓને ખાસ કરીને એક્સ્ટસી ગોળીઓ મેળવવવામાં અને વિતરણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
