° °

આજનું ઇ-પેપર
Friday, 31 March, 2023


Farhan Akhtar Birthday: શ્રદ્ધા કપૂરથી સહિત આ અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે નામ

09 January, 2023 10:35 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફરહાન અખ્તર 2016માં આવેલી ફિલ્મ `રોક ઓન 2`ના શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂરની નજીક આવ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

બોલિવૂડના એક્ટર ફેમસ સિંગર અને ડિરેક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar Birthday)નો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 9 જાન્યુઆરી 1974ના મુંબઈમાં થયો હતો. ફરહાનની માતા હની ઈરાની અને પિતા જાવેદ અખ્તર બંને પટકથા લેખક છે. તેની મોટી બહેન ઝોયા અખ્તર બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને લેખક છે. ફરહાન અખ્તર પોતાની દમદાર એક્ટિંગ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. ફરહાને વર્ષ 2000માં પોતાનાથી 11 વર્ષ મોટી હેર સ્ટાઈલિસ્ટ અધુના ભાબાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 17 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જો કે, લગ્ન કર્યા પછી પણ અભિનેતાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.

શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલું નામ

ફરહાન અખ્તર 2016માં આવેલી ફિલ્મ `રોક ઓન 2`ના શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂરની નજીક આવ્યો હતો. બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન કરવા માગતા હતા, પરંતુ ફરહાન અને શ્રદ્ધાનો આ સંબંધ પિતા શક્તિ કપૂરને મંજૂર નહતો. રિપોર્ટ્સ અનુસાર, શક્તિ કપૂર અને એક્ટ્રેસની કાકી પદ્મિની કોલ્હાપુરીએ ગુસ્સામાં શ્રદ્ધા કપૂરને ઘરની બહાર ખેંચી હતી. આ માહિતી ફરહાનના પાડોશીઓએ મીડિયાને આપી હતી. જોકે, શક્તિ કપૂરે આ વાતોને જુઠ્ઠી કહી હતી.

અદિતિ રાવ હૈદરીને પણ કરી છે ડેટ

ફરહાન અખ્તરનું નામ અભિનેત્રી અદિતિ રાવ સાથે પણ જોડાયું હતું. વઝીર ફિલ્મમાં તે ફરહાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ફરહાનની પત્નીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અદિતિ રાવ હૈદરીનું નામ ફરહાન અખ્તર સાથે જોડાયું હતું. વાસ્તવમાં, ફિલ્મના શૂટિંગ દરમિયાન ફરહાન અને અધુનાના છૂટાછેડા થઈ ગયા હતા, ત્યારબાદ અભિનેત્રીનું નામ ફરહાન સાથે જોડવામાં આવ્યું હતું, જોકે બંનેએ ક્યારેય તે સ્વીકાર્યું ન હતું.

ફરહાનના પહેલા લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા

અભિનેતાએ પહેલાં લગ્ન લોકપ્રિય હેરસ્ટાઈલિસ્ટ અધુના ભાબાની સાથે કર્યા હતા. ફરહાન અને અધુનાની મુલાકાત `દિલ ચાહતા હૈ`ના સેટ પર થઈ હતી. બંનેએ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. ફરહાન અને અધુનાને બે દીકરીઓ શાક્યા અને અકીરા છે. ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ વર્ષ 2016માં બંનેએ અચાનક જ અલગ થવાની જાહેરાત કરી હતી. આ પછી ફરહાન અને અધુનાએ 24 એપ્રિલ 2017ના રોજ છૂટાછેડા લીધા હતા. અલગ થયા બાદ બંને દીકરીઓની કસ્ટડી અધુનાને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: 80 વર્ષની ઉંમરમાં પણ સુપરફિટ દેખાયા બિગ બી: બંગલાની બહાર ચાહકોને મળ્યા

શિબાની દાંડેકર સાથે બીજા લગ્ન

અધુનાથી છૂટાછેડાના એક વર્ષ પછી ફરહાને શિબાની દાંડેકર સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. અભિનેતા શિબાની સાથે 2015માં `આઈ કેન ડુ ધેટ` શો દરમિયાન મળ્યો હતો. ફરહાન તે શોને હોસ્ટ કરતો હતો અને શિબાની પણ તે જ શોનો ભાગ હતી. આ પછી વર્ષ 2018માં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નમાં શિબાની અને ફરહાન પ્રથમ વખત કપલ તરીકે દેખાયા હતા. ફરહાન અને શિબાનીએ એકબીજાને વર્ષો સુધી ડેટ કર્યા બાદ ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા.

09 January, 2023 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પરિણીતિ ચોપરાના રાઘવ ચડ્ઢા સાથે લગ્ન નક્કી? સિંગર હાર્ડી સંધુએ કર્યો ખુલાસો

પરિણીતિ ચોપરા (Parineeti Chopra) અને આપ નેતા રાઘવ ચડ્ઢા (Raghav Chadha) વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા સૌ કોઈ આતુર છે. આ દરમિયાન સિંગર હાર્ડી સંધુ (Harddy Sandhu)એ કહ્યું કે તે ખુશ છે કે પરિણીતી આખરે જીવનમાં સેટલ થઈ રહી છે.

31 March, 2023 10:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

`ભોલા` રિવ્યુ: ઇમોશન્સની જગ્યા લીધી માઇન્ડલેસ ઍક્શને

સ્ટન્ટ્સને વધુ ગ્રૅન્ડ દેખાડવામાં ઘણી વાર મેકર્સ ભૂલી જાય છે કે એ એટલા હમ્બગ પણ લાગે છે : બાપ–દીકરીનાં ઇમોશન્સને વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી અને ડાયલૉગ શ્રીમદ ભગવદ્ગીતાના લેવલના રાખવાની જરૂર નહોતી

31 March, 2023 09:44 IST | Mumbai | Harsh Desai
બૉલિવૂડ સમાચાર

આર્યન ફરી થયો ટ્રોલ

રોશનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આર્યન સાથેના ફોટો શૅર કર્યા હતા

30 March, 2023 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK