ફારાહ ખાન કુંદરે મહેન્દ્ર સિંહ ધોનીને એક કમર્શિયલ માટે ડિરેક્ટ કર્યો છે અને તેને ખૂબ વિનમ્ર વ્યક્તિ ગણાવ્યો છે.
ફરાહ ખાન અને ધોની
ફારાહ ખાન કુંદરે મહેન્દ્ર સિંહ ધોનીને એક કમર્શિયલ માટે ડિરેક્ટ કર્યો છે અને તેને ખૂબ વિનમ્ર વ્યક્તિ ગણાવ્યો છે. તાજેતરમાં ધોની સાથેનો ફોટો ફારાહે શૅર કર્યો હતો. ધોની સાથેનો અનુભવ શૅર કરતાં ફારાહે કહ્યું હતું કે ‘હું પહેલી વખત તેને મળી હતી. હું કહી નથી શકતી કે તે કેટલો અદ્ભુત માણસ છે. તે અતિશય નમ્ર વ્યક્તિ છે. શૂટ માટે પાંચ વખત તેણે કપડાં બદલવાનાં હતાં અને તેણે કોઈ ફરિયાદ નહોતી કરી. પાંચ મિનિટમાં જ અમે એવી રીતે વાત કરવા લાગ્યાં હતાં જાણે અમે એકબીજાને ઘણા સમયથી ઓળખતાં હોઈએ. તે જમવા માટે મારી વૅનમાં આવતો હતો. તેની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ આહ્લાદક રહ્યો છે. તે ખૂબ સારો માણસ છે.’