ફારાહની આ વાતથી લાગે છે કે તે આઠ કલાકની શૂટિંગ-શિફ્ટને સમર્થન આપતી નથી
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે થોડા દિવસો પહેલાં શૂટિંગ માટે આઠ કલાકની શિફ્ટની ડિમાન્ડ કરી હતી. એ સમયે તેને ઘણા લોકોએ સમર્થન આપ્યું હતું પણ તેની ડેબ્યુ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ની ડિરેક્ટર ફારાહ ખાન આની સાથે સંમત હોય એમ લાગતી નથી અને તેણે હમણાં વાત-વાતમાં આવી માગણીને અયોગ્ય ગણાવી છે.
ફારાહ ખાને પોતાના વ્લૉગમાં રાધિકા મદાન સાથે વાતચીત દરમ્યાન કામના કલાકો પર ચર્ચા કરી. ફારાહે વાત-વાતમાં રાધિકાને કહ્યું, ‘ટીવી-સિરિયલના દિવસોમાં તારી ૮ કલાકની શિફ્ટ નહોતી?’ રાધિકાએ જવાબ આપ્યો, ‘અમે ૪૮થી ૫૬ કલાક બ્રેક વગર શૂટિંગ કરતાં હતાં.’ આ સાંભળીને ફારાહે કહ્યું, ‘એવી રીતે તપવાથી જ તો સોનું બને છે.’
ADVERTISEMENT
ફારાહની આ વાતથી લાગે છે કે તે આઠ કલાકની શૂટિંગ-શિફ્ટને સમર્થન આપતી નથી અને આ રીતે તેણે વાત-વાતમાં દીપિકાની આઠ કલાકની શિફ્ટની ડિમાન્ડ સામે ટોણો માર્યો હતો.


