રણવીર સિંહની બહેન પણ મમ્મી સાથે હતી
દીપિકા પાદુકોણ જાહેરમાં ભાગ્યે જ તેનાં સાસુ અંજુ ભવનાની સાથે જોવા મળે છે
દીપિકા પાદુકોણ જાહેરમાં ભાગ્યે જ તેનાં સાસુ અંજુ ભવનાની સાથે જોવા મળે છે. જોકે હાલમાં દીપિકા ઍરપોર્ટ પર તેનાં સાસુ અને નણંદ સાથે જોવા મળી હતી. આ સમયે દીપિકા અને તેનાં સાસુ મૅચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં અને તેમની વચ્ચે સારું એવું બૉન્ડિંગ જોવા મળ્યું હતું. દીપિકાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ વિડિયોમાં દીપિકા ઍરપોર્ટ પર પહેલાં પહોંચી હતી. તેણે બ્લુ ઓવરસાઇઝ્ડ શર્ટ અને જીન્સ પહેર્યાં હતાં. થોડી વાર બાદ દીપિકાનાં સાસુ અને નણંદ પણ ઍરપોર્ટ પર આવ્યાં. દીપિકાનાં સાસુ પણ બ્લુ કલરનાં શર્ટ અને જીન્સમાં જોવા મળ્યાં હતાં અને એ જોઈને એવું લાગતું હતું કે સાસુ-વહુએ પ્લાનિંગ કરીને મૅચિંગ ડ્રેસ પહેર્યો હતો.

