તેણે કહ્યું હતું કે ‘અમારો શો સારો ચાલી રહ્યો છે એટલે દિલીપનાં બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દીધાં છે
ફિલ્મમૅકર ફારાહ ખાન
ફિલ્મમૅકર ફારાહ ખાન હાલમાં તેના યુટ્યુબ વ્લૉગ્સને લઈને પણ ખૂબ પ્રખ્યાત છે. તે ઘણી વાર તેના રસોઇયા દિલીપ સાથે સેલિબ્રિટીઓના ઘરની મુલાકાત લે છે જેને કારણે ફારાહની સાથે-સાથે તેનો રસોઇયો દિલીપ પણ બહુ લોકપ્રિય બન્યો છે. હવે ફારાહે એક વ્લૉગમાં જણાવ્યું છે કે તે દિલીપનાં બાળકોના અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડી રહી છે અને તેમણે કોઈના ઘરે કામ ન કરવું પડે એ માટે તેમને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરાવી રહી છે. ફારાહે હાલમાં દિલીપ સાથે ઍક્ટર શાલીન ભનોતના ઘરની મુલાકાત લીધી હતી. અહીં તેણે કહ્યું હતું કે ‘અમારો શો સારો ચાલી રહ્યો છે એટલે દિલીપનાં બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દીધાં છે. એક બાળકને કુકિંગ-સ્કૂલમાંથી ડિપ્લોમા કરાવ્યો છે જેથી તે કોઈના ઘરે કામ ન કરે, પણ કોઈ સારી રેસ્ટોરાં કે મોટી હોટેલમાં કામ કરે.’


